જયારે આપણામાંથી આત્મશ્રદ્ધા નીકળે એટલે બધા સારા ગુણો નીકળી જાય છે!

power-4

પરિસ્થિતિ વિષમ હોય ત્યારે જો સબળ સંકલ્પ પૂર્ણ આત્મશ્રદ્ધા સાથે કરવામાં આવે તો દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય છે.

એક મોટા રાજ્યની રાણી રાજા પર ગુસ્સે થઈ ગઈ. રાણી મહેલ છોડીને ચાલવા લાગી. રાજાએ પૂછ્યું, ‘ક્યાં જાઓ છો?’ રાણીએ છણકો કર્યો અને ‘તમારે શું?’ કહી ચાલવા લાગી. રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે રાજાએ ગુસ્સાથી કહી દીધું, ‘જાઓ ત્યારે હવે પાછાં નહીં આવતાં.’

તેથી રાણી ચાલવા લાગી, પણ રાજાએ જોયું તો ખૂબ જ અચરજ થઈ કે રાણીની પાછળ માત્ર તેની દાસીઓ નહીં, પણ આખા મહેલના નોકર-ચાકર ચાલવા લાગ્યા. પ્રધાન, મંત્રી અને સેનાપતિ સહિત આખું સૈન્ય ચાલવા લાગ્યું. રાણીની પાછળ આખી પ્રજા ચાલવા લાગી.

રાજા સાવ એકલોઅટૂલો થઈ ગયો. તેને રાણીનું સાચું મૂલ્ય સમજાયું. રાજાએ રાણીનાં ઘણાં મનામણાં કર્યા. ખૂબ-ખૂબ વિનંતી કરી એટલે રાણીબા પાછાં ફર્યા અને એટલે તેમની સાથે ગયેલા બીજા બધા જ પાછા વળ્યા. રાજાને એ દિવસે રાણીના મૂલ્યની ખબર પડી ગઈ.

Prayer-To-God

આપણી જિંદગીના પરિપ્રેક્ષ્યમાં જિંદગી રાજ્ય હોય, આપણે રાજા અને આત્મશ્રદ્ધા, મનની અખંડ શ્રદ્ધા મહારાણી છે. તો આત્મશ્રદ્ધા જીવનમાંથી જાય તો એની પાછળ-પાછળ માત્ર વિશ્વાસ, બુદ્ધિ, હિંમત, વીરતા, વૈચારિક, શક્તિ, ચતુરાઈ જેવા સદ્ગુણો અને સુખ, ખુશી, આનંદ, સંતોષ જેવી લાગણીઓ ચાલી જાય છે.

જીવનમાં આપણે જે કંઈ છીએ, જે કંઈ કાર્ય કરી શકીએ છીએ એનું કારણ છે આત્મશ્રદ્ધા. જીવનમાં કોઈ પણ પરીક્ષાની ઘડી આવે, કપરા સંજોગો આવે, મુશ્કેલીનો સામનો કરવો પડે કે પછી મોટો અવરોધ આવે… દરેક ક્ષણે લડવા અને જિંદગી સામેનો જંગ જીતવા માટે સૌથી જરૂરી છે આત્મશ્રદ્ધા. જો આત્મશ્રદ્ધાનું હથિયાર આપણી પાસે હોય તો આપણે સદા જીતી શકીએ છીએ.

દરેક માણસે પોતાની અંતરની રાણી એટલે કે આત્મશ્રદ્ધામાં અટલ શ્રદ્ધા રાખવાની જરૂર છે. આત્મશ્રદ્ધાને ક્યારેય તૂટવા દેવી નહીં. જો આત્મશ્રદ્ધા તૂટશે તો બધા જ સદ્ગુણોનો સાથ છૂટતાં જીવન ખાલીખમ થઈ જશે અને નાનીઅમથી મુશ્કેલીમાંથી પણ માર્ગ નહીં કાઢી શકાય. નબળી ક્ષણે જ્યારે ચારે બાજુથી હાર દેખાય ત્યારે મનની આત્મશ્રદ્ધાને મજબૂત કરી બમણી તાકાતથી પ્રયત્ન કરવા જોઈએ, તો આગળ માર્ગ મળશે જ.

Comments

comments


7,875 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8