જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ !

Arise in the interaction between the child and God!

સ્વર્ગમાંથી એક બાળક ધરતી પર જન્મ લેવા માટે તૈયાર થઇ ગયું હતું. એના મોં પર ચિંતા હતી. જો કે એને વિદાય આપવા માટે ભગવાન ખુદ હાજર હતા. તેમ છતા પેલા બાળકે ચિંતાતુર સ્વરે પૂછ્યું, ‘પ્રભુ થોડીક જ વારમાં પૃથ્વી પર મોકલવાના છો એ હું જાણું છુ, પરંતુ આવડી વિશાળ ધરતી પર આટલુ નાનકડું અને નિ:સહાય હું કઈ રીતે જીવી શકીશ ?’

‘તું જરાય ચિંતા કરીશ નહિ !’ ભગવાન બોલ્યા, ‘તારા માટે પૃથ્વી પર એક દેવદુતને તૈયાર રાખ્યો છે. અત્યારે એ તારી રાહ જ જોઈ રહ્યો હશે અને પૃથ્વી પર એ જ તારી કાળજી લેશે .’

‘પણ ભગવાન ! અહી સ્વર્ગમા તો હું હંમેશા ખુશ જ રહુ છુ અને ગીતો ગાઉ છુ. હું સુખી તો છુ. પછી તમે મને શું કામ મોકલો છો?’ બાળકે કહ્યું.

‘બેટા ! ત્યાં તારો દેવદૂત તારા માટે ગીતો ગાતો હશે. એ તને સુખી કરવાના અને રાખવાના બધા જ પ્રયત્નો કરશે અને એનો અદભુત પ્રેમ જોઈને તું ખુબ જ ખુશ થઇ જઈશ !’ ભગવાને જવાબ આપ્યો.

Arise in the interaction between the child and God!

‘પરંતુ મેં તો એ લોકોની ભાષા પણ કદાચ નહિ આવડતી હોઈ તો ? એ લોકોની વાત હું કઈ રીતે સમજી શકીશ ?’ બાળકના અવાજમાં ખાસ્સી ચિંતા ભળેલી હતી.

ભગવાને હસીને કહ્યું, ‘મેં ક્યારેય પણ કલ્પના ન કરી હોય એવા મીઠા અને પ્રેમથી ભરેલા શબ્દો એ દેવદૂત બોલશે અને ખુબ જ ધીરજથી એ તને બોલતા અને એ લોકોની ભાષા સમજતા શીખવાડશે !’
‘પણ ભગવાન ! ધારો કે મારે તમારી સાથે વાત કરવી હશે તો હું કઈ રીતે કરી શકીશ ? બાળકના મનમાં આજે ઢગલો પ્રશ્નો રમતા હતા.

‘તારો દેવદૂત બે હાથ જોડી મારી સાથે વાત કરતા તને શીખવાડશે. એ લોકો એને પ્રાર્થના કહે છે !; ભગવાન બોલ્યા.

‘ભગવાન ! મેં સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ હોય છે. એમનાથી મારું રક્ષણ કોણ કરશે ?’ બલકે ચિંતા વ્યક્ત કરી.

‘તારો દેવદૂત પોતાના જીવના જોખમે પણ રાતું રક્ષણ કરશે ?’ ભગવાને કહ્યું.

‘પણ હવે હું તમને તો નહિ જોઈ શકું, એટલે હું ઉદાસ રહીશ !’ થોડાક ઢીલા પડતા બાળકે કહ્યું.

‘બેટા ! ધરતી પરનો તારો દેવદૂત તને મારી ધણી વાતો કહેશે.’ ભગવાને કહ્યું, ‘ તને મારા સુધી પહોચવાનો રસ્તો પણ એ બતાવશે. અને હા ! હું ભલે ન દેખાવ, પરંતુ હું હંમેશા તારી સાથે જ હોઈશ અને તારી સાથે જ રહીશ !’

Arise in the interaction between the child and God!

ભગવાનના એ વાક્ય સાથે જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ, પરંતુ હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા. બાળકને સમજણ પડી ગઈ કે એને પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. એ ભગવાનની નજીક ગયો. એક વખત મન ભરીને ભગવાન સામે એને જોઈ લીધું. એમને પુરા સન્માન સાથે પગે લાગ્યો. પછી એક છેલ્લો સવાલ એણે પૂછી લીધો, ‘ભગવાન ! હું મારા દેવદુતનું નામ પણ નથી જાણતો ! મને એનું નામ તો કહો !’

ભગવાને એના માથે હાથ મુક્યો. સહેજ હસતા હસતા એ બોલ્યા, ‘બેટા ! તારે એના નામ સાથે કાઈ જ લેવાદેવા નહી રહે ! છતાં તે પૂછ્યું જ છે એટલે કહું છુ કે તું એ દેવદૂત ને માં કહેજે ! તારા એ દેવદુતનું નામ છે – મા !’

પૃથ્વી પરથી આવતા અવાજો હવે સ્પષ્ટ સંભળાતા હતા. સંપૂર્ણ સંતોષ સાથે બાળકે પૃથ્વી તરફ પ્રયાણ કર્યું !

સૌજન્ય
ડો . આઈ. કે. વીજળીવાળા

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,392 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>