જન્માષ્ટમી વિશે જાણવા જેવું

જન્માષ્ટમી એક એવો તેહવાર છે જે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ના સમયે ઉજવાય છે. આ તેહવાર પૂનમ પછી 8 દિવસ ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના માતા-પિતા દેવકી અને વાસુદેવ ના આઠમાં સંતાન હતા. કેહવા માં આવે છે કે દેવકી ના ભાઈ કંસ, દેવકી અને વસુદેવ ના આઠમાં સંતાન (શ્રી કૃષ્ણ ) નો વધ કરશે અને તેના લીધે વાસુદેવ કૃષ્ણ ને સફળતાપૂર્વક ગોકુલ લઇ જઈ નંદ અને યશોદા ને સોપી દીધા. જન્માષ્ટમી નો તેહવાર પ્રેમ અને ભક્તિથી ઉજવાય છે. હિંદુ-શબ્દકોશ અનુસાર જન્માષ્ટમી શ્રાવણ મહિનાના આઠમાં દિવસે ઉજવાય છે. આ પવિત્ર પર્વ પર લોકો

janmashtami wallpaper5

ઉપવાસ પણ કરે છે અને કૃષ્ણ ના જન્મ એટલે કે મધરાત્રી સુધી જાગે છે અને વિવિધ પ્રકાર ના કાર્યક્રમો યોજાય છે.આ તેહવાર ની ઉજવણીમાં રાસલીલા જેવા નાટકો ભજવામાં આવે છે જે શ્રી કૃષ્ણ અને તેમના પ્રિય રાધાજી તેમજ ગોપીયો ના જીવન પર આધારિત હોય છે. જન્માષ્ટમી નો તેહવાર જુદા જુદા પ્રકારે ઉજવાય છે. સમાન્ય રીતે જન્માષ્ટમી દહીં હાંડી ફોડી ને ઉજવાય છે જેમાં યુવાનો એક હાંડીમાં દૂધ અને માખણ ભરીને ઉંચે લટકાવે છે અને ફોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ (માખણ ચોર) ને હમેશા એક સખા અને ગાય ના રક્ષક તરીકે યાદ કરાય છે. મહાભારત ના વચ્ચે તે આપણને જીવન નો પાઠ શીખવે છે ‘ભગવત ગીતા’ ના રૂપમાં. તેમને બતાવ્યું કે ની:સ્વાર્થ સેવા વડે જીવન કેવી રીતે જીવાય.

janmashtami wallpaper4

ગર્વ ની વાત છે કે ગુજરાતની ધરતી ધન્ય છે કે તે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ છે. આપના જીવન માં દરેક જગ્યા એ ભગવાન કૃષ્ણ ઉપસ્થિતિ છે. કૃષ્ણ ના ગાયો પ્રત્યે ના લગાવ ને લીધે આપણે ગાયો ને માતા તરીકે પૂજીયે છીએ. મહારાષ્ટ્ર માં જન્માષ્ટમી ની લોકપ્રિયતા ગોકુલાષ્ઠ્મી નાં નામે
ઓળખાય છે. અને તેઓ પણ દઈ હાંડી ફોડીને ઉજવે છે આ પર્વ. આમાં લોકો એક ની ઉપર એક ચડીને પીરામીડ બનાવે છે અને સૌથી ઉપર નો માણસ પોતાના હાથ વડે તે દહીં હાંડી ફોડે છે. આ ઉજવણી બતાવે છે ભગવાન કૃષ્ણ no માખણ પ્રત્યે નો પ્રેમ.

janmashtami wallpaper6

આ પર્વ પર બાળ ગોપાલ ની પૂજા કરવામાં આવે છે અને તેમની મનપસંદ વાનગીઓ બનાવાય છે. પછી જન્માષ્ટમીની મધરાત્રી એ કૃષ્ણ ના ધરતી પર આવવાની ખુશીમાં તે વાનગીઓ કૃષ્ણ ને પધરાવાય છે અને એવું માનવા માં આવે છે આ તેમની મનપસંદ વાનગીઓ છે. કૃષ્ણ તેમના નટખટ અને પ્રેમાળ સ્વરુપ ને કારણે હિંદુ ધર્મ માં સૌથી પ્રેમાળ અને મહત્વના દેવતા માનવામાં આવે છે. કૃષ્ણ નો પ્રેમ સાર્વત્રિક છે અને એ તેમને પવિત્ર ગાય પાસે ઉભા રહી વાસળી વગાડી દર્શાવ્યું.

janmashtami wallpaper7

જન્માષ્ટમી વખતે બનાવતી કેટલીક વાનગીઓ

સીન્ઘારા ની પૂરી
નારયેલી ની બરફી
માખણ સમોસા
કેસર શ્રીખંડ
ચુરમા લડ્ડુ
પાહવા નો કેવાડો
સાતપડી પૂરી

જન્માષ્ટમી પર્વ વખતે દરેક વાનગીયો માખણ જરૂરથી અને વધારે પ્રમાણ માં નાખવામાં આવે છે. આ પર્વ માં લોકો પરંપરાગત કપડા પહેરે છે જે કૃષ્ણ પેહેરતા હતા તેમના જીવન માં. ખાસ કરીને બાળકો આ વસ્ત્રો માં ખુબ જ સારા લાગે છે અને એનો ઉમંગ તેમના ચેહરા પર દેખાઈ આવે છે.
પૂજા વખતે આ આરતી ગવાય છે મંદિરો માં,

janmashtami wallpaper9

નંદ ઘરે આનંદ ભાયો, જય કન્હૈયાલાલ કી…
હાથી , ઘોડા, પાલખી, જય કન્હૈયાલાલ કી ..
બાબા નંદ તને દરબાર, નોબત વાગે રે લોલ….
હરી પ્રગટ્યા તારણહાર, નોબત વાગે રે લોલ…

Comments

comments


11,859 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 21