પુરીનું જગન્નાથ ધામ ચાર ધામની યાત્રામાંથી એક છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા વિરાજમાન છે. હિંદુ ઘર્મની પ્રાચીન અને પવિત્ર ૭ નગરીઓમાં ઓડીસા રાજ્યના સમુદ્રકિનારે પૂરીમાં આવેલ મંદિર પણ શામેલ છે.
આ મંદિર ૪ લાખ વર્ગ ફૂંટ જેટલા શાનદાર એરિયામાં ફેલાયેલ છે, જેની ઉંચાઈ લગભગ ૨૧૪ ફૂંટ છે. આ જેટલું મોટું મંદિર છે તેટલા જ તેના ફેક્ટસ પણ મોટા છે.
* જગન્નાથ પૂરી મંદિરના શિખરમાં લહેરાતો ઘ્વજ હંમેશાં પવનથી ઉલટી દિશામાં જ લહેરાય છે.
* તીર્થમાં તમે કોઈપણ જગ્યાએ કેમ ન હોય પણ મંદિરની ઉપર લાગેલ સુદર્શન ચક્ર હંમેશાં તમને વચોવચ જ દેખાશે.
* ફક્ત આ મંદિર જ નહિ પણ પુરીમાં આવેલ સમગ્ર મંદિરના શીખરની વચ્ચે સુદર્શન ચક્ર આવેલ છે.
* આ મંદિરની ઉપર હેલિકોપ્ટર કે વિમાન ને ઉડવાની અનુમતિ નથી.
* આ મંદિરનો પડછાયો પડતો જ નથી. તમે આને ક્યારેય નહિ જોઈ શકો.
* સામાન્ય રીતે મંદિરોના શિખરની ઉપર પક્ષીઓ બેસે અને ઉડે છે. પણ જગન્નાથ પૂરી મંદિરની ઉપર ક્યારેય તમે કોઈ પક્ષીને નહિ જોઈ શકો. છે જે ગજબ!
* મંદિરની સામેની બાજુએ દરિયો આવેલ છે. મંદિરના સિંહદ્વારમાં એક ડગલું ભરતા જ (મંદિરની અંદર) તમે દરિયા દ્વારા નિર્મિત કોઈપણ પ્રકારનો અવાજ ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર નીકળવા એક જ ડગલું ભરશો તો તમને દરિયોનો અવાજ આવશે. છે ને ખરેખર ચમત્કારી?
* જગન્નાથ પૂરી મંદિરના રસોડાને દુનિયાનું સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે.
* આમાં ક્યારેય પ્રસાદની કમી નથી આવતી. ૨૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ એકસાથે ભોજન કરી શકે તેવી અહી વ્યવસ્થા છે.
* જયારે જગન્નાથ ભગવાન ની યાત્રા કાઢવામાં આવે છે ત્યારે ભાઈ બલરામ ની યાત્રા સૌથી આગળ રહે છે, તેમના રથની ઊંચાઈ ૪૪ ફૂટ હોય છે અને તે ભૂરા રંગથી બનાવવામાં આવે છે. બાદમાં બહેન સુભદ્રાના રથની ઊંચાઈ ૪૩ ફૂંટની હોય છે. આ રથ યાત્રાને સજાવવા કાળો રંગનો ઉપયોગ થાય છે.
* મંદિરની ઈમારત ૪૫ માળની છે. એક પુજારી રોજ મંદિરની ઉપર લહેરાતી ઘ્વજા ને બદલે છે. કહેવામાં આવે છે કે જો આ મંદિરની ઘ્વજાને એક દિવસ પણ બદલવાની બાકી રહી જાય કે ભૂલી જવાય તો આ મંદિર ૧૮ વર્ષ માટે બંધ થઇ જશે.