ચેતજો વોટ્સએપ કોલિંગથી, તમે વિચારો એટલું સસ્તું નથી

Calling WhatsApp Beware, do not you think so affordable

વોટ્સએપ કોલિંગમાં તમે કદાચ ફ્રીની જાળમાં ફસાઈને તમારા મિત્રો કે સંબંધીઓને કોલિંગ કરીને એમ વિચારતા હશો કે તમે ફાયદામાં રહ્યા તો જાણી લો કે તમારા ટ્રેડિશનલ કોલ કરતાં વોટડ્સએપ કોલિંગ તમારા ખિસ્સાને વધુ ગરમ પડે છે.

આજના સમયમાં કોઈને પણ પોતાના ભણી આકર્ષિત કરવા હોય તો તમારે માત્ર તેની સામે એક જ શબ્દ રમતો મુકવો પડે અને તે છે ફ્રી. જેવો આ શબ્દ સાંભલે એટલે કોઈપણ વ્યક્તિનું ધ્યાન તેના ભણી આકર્ષિત થાય. એ તો બધા જ જાણે છે કે કોઈપણ વસ્તુ ફ્રી મળતી નથી માત્ર એ ટેગ નામ પુરતું હોય છે. વોટ્સએપ કોલિંગે પણ ફ્રીના નામે આ ખેલ જ ખેલ્યો છે. તમને એમ કે તમે વોટ્સએપ પર ફ્રી કોલિંગ કરો છો, પણ હકીકતમાં તે એટલી ઝડપથી તમારો ડેટા ખાઈ જાય છે કે તમને તેની ભનક સુદ્ધા આવતી નથી.

ફ્રી કોલના નામે ખેલાતો ખેલ

તમારે વોટ્સએપ કોલિંગ કરવું હોય તો તેના માટે તમારી પાસે મોબાઈલ ડેટા કનેક્શન હોવું જરૂરી હોય છે, આ ડેટા કનેક્શનના આધારે વોટ્સએપ યૂઝર્સ વિશ્વમાં ક્યાંય પણ પોતાના અન્ય વોટ્સએપ કોન્ટેક્સને કોલ કરી શકે છે. જેને વોટ્સએપ દ્વારા એવી રીતે પ્રમોટ કરવામાં આવે છે કે આ કોલ તમે ફ્રીમાં કરી શકો છો. જો કે ફ્રીનો મતલબ છે માત્ર ટેલિકોમ કંપનીઓને ઉશ્કેરવી અને સાથે જ ભારતમાં નેટ ન્યૂટ્રાલિટીનો જે વિવાદ ચાલે છે તે આગમાં ઘી નાંખવું. હકીકતમાં એ જાણી લો કે આ વોટ્સએપ કોલિંગમા ફ્રી શબ્દ માત્ર એક લલચામણો શબ્દ માત્ર છે. કે જેને કારણે લોકો ફ્રી કોલના નામે વધુને વધુ તેના દ્વારા જ કોલિંગ કરતા થાય. આ વાતનો ખુલાસો એક સંશોધનથી થયો છે.

એન્ડ્રોઈડપિટ ટેસ્ટનો ખુલાસોઃ ડેટાપેક ઝડપથી પૂરો થાય

એન્ડ્રોઈડપિટ ટેસ્ટ દ્વારા એ ખુલાસો કરાયો છે કે વોટ્સએપ કોલિંગ દ્વારા તમે કોલ કરો એટલે એ કોલમાં એલટીઈ પર 1.3 એમ.બી. ડેટા દર મિનિટે ખર્ચ થાય છે. આ આંકડો જો કે બદલાતો રહે છે અને તે 600 કેબી સુધી પહોંચી શકે છે. આ આંક્ડાને ધ્યાને લઈએ તો 500 એમબીનું માસિક ડેટા પેક આ પ્રકારના કોલિંગથી માત્ર 6 કલાકમાં ખતમ થઈ જાય જે રોજના 11 મિનિટના ટ્રેડિશનલ કોલની બરોબર થાય છે. એનો મતલબ એ છે કે વોટ્સએપ કોલિંગ તમારા ખર્ચ પર અલગ પ્રકારનો પ્રભાવ પાડે ચે અને એટલુંજ નહી, તે તમારા ટ્રેડિશનલ કોલિંગ કરતા વધુ મોંઘુ સાબિત થાય છે.

વોટ્સએપ કોલિંગ કરતાં ટ્રેડિશનલ કોલ સસ્તો

એક હકીકત પર નજર નાખો કે તમે તમારા ફોન દ્વારા જે ટ્રેડિશનલ કોલ કરો છો, તેનો ખર્ચ તમારી જે તે સ્કીમ પર નિર્ભર કરે છે અને કદાચ તે પ્રતિ મિનિટ 50 પૈસાનો ખર્ચ કરાવે છે. જેની સામે વોટ્સએપ કોલિંગ તમારા ડેટા પ્લાનને ઝડપથી ખાવા માંડે છે. એન્ડ્રોઈડપિટ ટેસ્ટના પરિણામ અનુસાર સરેરાશ 960 કેબી પ્રતિ મિનિટની સાથે ક્યાંક 800 કેબીથી 1.3 એમ.બી.ની રેન્જ હોય છે. એન્ડ્રોઈડ સિસ્ટમમાં તેની સરેરાશ 600 કેબી પ્રતિ મિનિટની આપે છે. હવે તમે જો આ બંને આંકડાની સરેરાશ કાઢો તો તે 800 કેબી પ્રતિ મિનિટ છે જે આમ જુઓ તો વોટ્સએપ કોલિંગ કરનારા માટે કંઈ નથી. હવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક નિષ્કર્ષ એવો નીકળે છે કે ટ્રેડિશનલ કોલિંગ કરતાં વોટ્સએપ વોઈસ કોલિંગ વધુ મોંઘુ પડે છે.

1 જીબીનો પ્લાનથી 1250 મિનિટ કોલિંગ કરવા મળે

મોબાઈલટર કહે છે કે જો તમારી પાસે 1 જીબીનો પ્લાન છે કે જેનો તમે માત્ર વોટ્સએપ કોલિંગ માટે જ ઉપયોગ કરવા માંગો છો, તો તેનાથી તમે એક મિહનામાં 1250 મિનિટ વાત કરી શકશો. જેને આપણે દિવસમાં વહેચીએ તો રોજની 40 મિનિટ થાય છે જે ખાસ કોલિંગ કરવા માટે પ્લાન લેનાર માટે તો વધારે ન જ કહેવાય. મોબાઈલ નેટવર્ક કંપની પ્રમાણે તેના ઈન્ટરનેટ ડેટા પેકની કિંમત અલગ અલગ હોય છે. પણ તે તમામની સરેરાશ લગભગ સરખી જ રહે છે.

Calling WhatsApp Beware, do not you think so affordable

Comments

comments


6,890 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 16