ચાઈના માં ભાડે મળે છે બોયફ્રેન્ડ

ચીનમાં ભાડે મળી રહ્યા છે બોયફ્રેન્ડ્સ, એક દિ'નું ભાડુ 10 થી 99 હજાર

ચીનમાં લગ્નની ઉંમરે પહોંચેલી યુવતીઓ માટે નવું વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે તો કેટલીક માટે આફતના પહાડ પણ લાવ્યું છે. આફત એ છે કે ચીની નૂતનવર્ષના કારણે પરિવારજનોનું છોકરીઓ પર દબાણ વધી રહ્યું છે કે તેઓ જલદી લગ્ન કરી લે. આ તણાવ અને દ્વિધાપૂર્ણ સ્થિતિથી બચવા માટે યુવતીઓએ અનોખો કીમિયો શોધ્યો છે. તેઓ લગ્નના દબાણથી બચવા ભાડૂતી- નકલી બોયફ્રેન્ડ લઈ રહી છે.

ઓનલાઈન ભાડે કરેલા આ નકલી બોયફ્રેન્ડને તેઓ પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવે છે. ચીનની સૌથી મોટી ઓનલાઈન માર્કેટ તાઓબાઓ ટેમ્પરરી બોયફ્રેન્ડ ઉપલબ્ધ કરાવવામાં સૌથી આગળ છે. અહીં બોયફ્રેન્ડનું એક દિવસનું ભાડું એક હજાર યુઆન(9938 રૂપિયા)થી 10 હજાર યુઆન(99380 રૂપિયા) સુધી છે.

ચીનમાં ભાડે મળી રહ્યા છે બોયફ્રેન્ડ્સ, એક દિ'નું ભાડુ 10 થી 99 હજાર

તેના માટે સાઈટ પર અપાતી જાહેરખબરો પણ અનોખી હોય છે. જેમ કે ગ્રેટર ચાઈના રોયલ સોવરેન બોયફ્રેન્ડ સેન્ટરે તેની એડ્માં લખ્યું છે કે, ‘નવા વર્ષમાં શાનથી ઘરે પાછા ફરો અને તમારાં દાદી-નાનીના ઠપકાથી ડરશો નહીં. શું તમે હજુ પણ અચકાવ છો. જલદી કરો, તમારા માટે યોગ્ય હોય તેવો બોયફ્રેન્ડ અત્યારે જ ઓર્ડર કરો.’

એક અંદાજ અનુસાર ચીનનાં શહેરોમાં 25થી 34 વર્ષની યુવતીઓ કે જેમનાં લગ્ન થવાનાં છે તેની સંખ્યા 7 ટકા છે. આથી આ ટ્રેન્ડ વધી રહ્યો છે.

ફરિયાદ પણ સાંભળે

જો યુવતીઓ ઈચ્છે તો ભાડૂતી બોયફ્રેન્ડ તેમની ફરિયાદો પણ સાંભળે છે પરંતુ તેના માટે અલગ ચાર્જ થાય છે. આ ફી 20 મિનિટના 50 યુઆન(રૂ. 500) હોય છે.

ચીનમાં ભાડે મળી રહ્યા છે બોયફ્રેન્ડ્સ, એક દિ'નું ભાડુ 10 થી 99 હજાર

આવી રીતે પસંદ કરી શકાય

જે બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવું હોય તેની પ્રોફાઈલ પર ક્લિક કરવું પડશે. તેમાં ભાડું કેટલું છે તેની માહિતી હશે અને કઈ સર્વિસ આપશે તે પણ હોય છે. પસંદ આવે તો ઠીક નહીંતર બીજા વિકલ્પ અપાય છે.

ચીનમાં ભાડે મળી રહ્યા છે બોયફ્રેન્ડ્સ, એક દિ'નું ભાડુ 10 થી 99 હજાર

હાથ પકડવાનો, ફિલ્મનો એક્સ્ટ્રા ચાર્જ

કેટલીક સાઈટ વિવિધ રોમેન્ટિક એક્ટિવિટી માટે એક્સ્ટ્રા ચાર્જ પણ લે છે. મતલબ કે હાથ પકડવા માટે વધુ નાણાં આપવા પડે. તેમજ સાથે ફિલ્મ જોવા લઈ જવો હોય અથવા નેટસર્ફિંગ કરવું હોય તો વધુ ફી ચૂકવવી પડે. ફરિયાદો સાંભળવાનો પણ અલગ ચાર્જ. ચીની બોયફ્રેન્ડ પસંદ ન હોય તો કોઈ વાંધો નહીં, વિકલ્પ મળે છે. જેમાં અમેરિકન, કેનેડિયન વગેરે પણ ઉપલબ્ધ હોય છે.

ચીનમાં ભાડે મળી રહ્યા છે બોયફ્રેન્ડ્સ, એક દિ'નું ભાડુ 10 થી 99 હજારસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,762 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>