ચીનને પછાડી ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બન્યો

ચીનને પછાડી ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બન્યો

ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બની ગયો છે.વિકાસદરના નવા આંકડા અનુસાર ભારતે ચીનને પાછળ રાખી દીધું છે.વર્તમાન નાણાંવર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર, એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આપણો જીડીપી ગ્રોથ રેટ 7.5 ટકા રહ્યો હતો જ્યારે આ જ સમય દરમિયાન ચીનનો ગ્રોથ રેટ 7.3 ટકા નોંધાયો હતો.સાથે જ આ સમગ્ર નાણાવર્ષ માટે વિકાસદર 7.4 ટકા રહેવાની આશા છે.

હકીકતમાં વિકાસના આ આંકડા નવા બેઝ યર 2011-12ના આધારે નક્કી કરવામાં આવ્યા છે.હાલ સુધી  2004-05ને આધાર માનીને અનુમાન લગાવાતું હતું. નવા બેઝ યરના આધારે પહેલી વાર 30 જાન્યુઆરીએ આંકડા રજૂ કરાયા હતા.તેમાં વર્તમાન વર્ષમાં જીડીપીનો આકાર 106.57 લાખ કરોડ રહેવાનું અનુમાન લગાવાયું છે.ગયા વર્ષે તે 99.21 લાખ કરોડ રૂપિયા હતું.

ચીનને પછાડી ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બન્યો

મોટા ભાગના સેક્ટર 7 ટકા ઉપર

કેન્દ્રીય આંકડાકીય ઓફિસ ( સીએસઓ )ના અનુસાર ત્રીજા ત્રિમાસિક ગાળામાં નાણાકીય સેવાઓ, રિયાલ્ટી, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, વીજળી, ગેસ સહિત ઘણાં સેક્ટરોમાં વિકાસદર 7 ટકા કરતાં વધારે રહ્યો હતો. જોકે ખેતીનો ગ્રોથ રેટ સૌથી ઓછો 1.1 ટકા, માઇનિંગનો 2.3 ટકા, કન્સ્ટ્રક્શનનો 4.5 ટકા અને મેન્યુફેક્ચરિંગનો 6.8 ટકા રહેવા પામ્યો હતો.

બે પરિવર્તન

બેઝ યર : દરેક પાંચ વર્ષે બેઝ યર બદલાય છે. આ પહેલાં જાન્યુઆરી 2010માં બેઝ યર બદલાયું હતું. આંકડા વર્તમાન મૂલ્ય નજીક રહે તે હેતુસર બેઝ યર બદલવામાં આવે છે. ચીનમાં પણ પ્રત્યેક બેઝ યર બદલવામાં આવે છે. વર્તમાન બેઝ યર 2005નું છે.

ચીનને પછાડી ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બન્યો

ફેક્ટર કોસ્ટના બદલે માર્કેટ પ્રાઇસ : પહેલાં જીડીપીની ગણતરી ફેક્ટર કોસ્ટ આધારે થતી હતી. હવે માર્કેટ પ્રાઇસ આધારે છે. કોઇ એક વસ્તુને તૈયાર કરવા થતાં ખર્ચને (કંપની માર્જિન સહિત) ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. ટેક્સ વગેરે જોડ્યા પછી વસ્તુની જે કિંમત નક્કી થાય છે તેને માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે.

બેઝ યર 2011-12 કર્યા બાદ વિકાસ દર 7.5 %

એપ્રિલ – જૂન 6.5 5.7
જુલાઇ – સપ્ટેમ્બર – 8.2 5.3
ઓક્ટોબર – ડિસેમ્બર 7.5 જાહેર નથી

ચીનને પછાડી ભારત દુનિયામાં સૌથી ઝડપી પ્રગતિ કરનારો દેશ બન્યો

2012 – 13 5.1 , 4.5
2013 – 14 6.7 , 4.7
2014 – 15 7.4, 5.5
(2014 – 15ના આંકડા અંદાજિત)

વ્યક્તિદીઠ આવક 6 % વધી

આ વર્ષે વ્યક્તિદીઠ આવક 74,193 રૂપિયા રહેવાનું અનુમાન છે.તે ગયા વર્ષની 69,959 રૂપિયા કરતાં 6.1 ટકા વધારે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,793 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>