આ છે દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ, એક સાથે દોડી શકે છે 10 ઘોડા
તમે ‘The Great Wall Of China’ વિશે તો ઘણી વાર સાંભળ્યું હશે કારણકે તે દુનિયાની સૌથી ઉંચી દિવાલ પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એક એવી દિવાલ છે જે સીધી રીતે ચીનની દિવાલને ટક્કર આપે છે. તે દિવાલને પાર કરવાનો પ્રયત્ન મહાન રાજા અકબરે પણ કર્યો હતો પરંતુ તેમને પણ સફળતા નહોતી મળી.
રાજસ્થાનનો કિલ્લો સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. આજે ‘કિલ્લાની કહાની’ની સિરીઝમાં અમે તમને આ કિલ્લાની દિવાલ વિશે ઘણા રહસ્યો જણાવીશું.
એક બાજુ જ્યાં ‘The Great Wall Of China’ની લંબાઈ 21,196 કિમી છે ત્યાં એક અંગ્રેજી ન્યૂઝ પેપર પ્રમાણે આ દિવાલની લંબાઈ 36 કિમી છે. આટલું જ નહિ ભારતની આ દિવાલ એટલી પહોળી છે કે તેમાં 10 ઘોડા એક સાથે દોડી શકે છે. જોકે આ દિવાલનું નિર્માણ કુંભલગઢની સુરક્ષા માટે કરવામાં આવી હતી. આ દિવાલને બનાવવામાં 15 વર્ષ (1443-1458) થયા હતાં. શત્રુઓથી રક્ષા માટે કિલ્લાની ચારેય બાજુ દિવાલ બનાવવામાં આવી હતી.
એવુ માનવામાં આવે છે કે ચીનની મહાન દિવાલ પછી દુનિયામાં આ જ એક લાંબી દિવાલ છે. આ કિલ્લો 1914 મીટરની ઉંચાઈ પર સમુદ્ર સ્તરથી ક્રેસ્ટ શિખર પર બનાવવામાં આવ્યો છે. દુગ્રી વિશાળતાનો અંદાજ આ વાત પરથી જ લગાવી શકાય છે. તે એક પહાડી વિસ્તાર પર નહિ પરંતુ ઘણી ખીણ અને પહાડને મેળવીને બનાવવામાં આવી છે.
કેવી રીતે બની 36 કિલોમીટર લાંબી દિવાલ
કિલ્લાની દિવાલ સાથે જોડાયેલી સ્ટોરી ખૂબ રસપ્રદ છે. 1443માં તેનું બાંધકામ શરૂ થયું હતું. આ દિવાલ એટલા માટે બનાવવામાં આવી હતી જેથી વિરોધીઓથી સુરક્ષા મેળવી શકાય. પરંતુ કિલ્લાના નિર્માણમાં દિવાલ બનાવવાનું કામ પુરૂ જ નહોતુ થતું. માનવામાં આવે છે કે, અંતે ત્યાં એક દેવીના આહ્વાનમાં એક સંતની બલી આપવામાં આવી હતી અને ત્યારપછી તે દિવાલનું કામ પુરૂ થયું હતું.
આ કિલ્લા માટે ચઢાવવામાં આવી સંતની બલી
દેવી કંઈક બીજુ જ ઈચ્છતી હતી. રાજા આ વિશે ચિંતીત થઈ ગયા હતા. રાજાએ એક સંતને બોલાવ્યા. તેમને સમગ્ર વાત કરી અને પછી તેનો ઉકેલ પુછ્યો હતો. સંતે જણાવ્યું હતું કે આ કામ ત્યારે જ પુરૂ થશે જ્યારે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ તેની બલી ચઢાવવા માટે તૈયાર થશે. આ વાત સાંભળીને પણ રાજા ચિંતામાં આવી ગયા હતા કે કોણ સામેથી તેની બલી ચઢાવવા તૈયાર થશે. ત્યારે સંતે કહ્યું હતું કે તેઓ પોતે બલીદાન માટે તૈયાર છે. સંતે તે માટે રાજા પાસે મંજૂરી માંગી
જ્યાં પડ્યું સંતનું માથું ત્યાં બન્યો મુખ્ય દરવાજો
સંતે કહ્યું હતું કે તેને પડાટ પર ચાલવા દેવામાં આવે અને જ્યાં તે રોકાઈ જાય ત્યાં તેની બલી ચઢાવવામાં આવે અને ત્યાં દેવીનું મંદિર બનાવવામાં આવે. સંતના કહ્યા પ્રમાણે જ બધુ કરવામાં આવ્યું. તેઓ થોડા કિલોમીટર ચાલ્યા અને પછી રોકાઈ ગયા ત્યાં તેમનું માથુ ઘડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. જ્યાં સંતનુ માથુ પડ્યું હતું ત્યાં જ મુખ્ય દરવાજો બનાવી દેવામાં આવ્યો હતો. આ કિલ્લો ચારેય બાજુથી અરાવલીની પહાડી વિસ્તારોની મજબુત ઢાલ બનીને સામનો કરે છે.
10 ઘોડા સાથે દોડ છે આ દિવાલ પર
મહારાણા કુંભના રાજકીય ક્ષેત્રમાં 84 કિલ્લા આવે છે તેમાંથી 32 કિલ્લાના નકસા તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે. કુંભલગઢ પણ તેમાંથી એક છે. આ કિલ્લાની દિવાલ એટલી પહોળી છે કે, તેમાં એક સાથે 10 ઘોડા એક સાથે જ દોડી શકે છે. જ્યારે ચીનની દિવાલ પર એક સાથે માત્ર પાંચ ઘોડા દોડી શકે છે. એક માન્યતા પ્રમાણે મહારામા કુંભા તેમના કિલામાં રાત્રે કામ કરનાર મજૂરો માટે 50 કિલો ઘી અને 100 કિલો રૂનો પ્રયોગ કરતા હતાં.
દિવાલ બનાવતી વખતે રખાયું વાસ્તુ શાસ્ત્રનું ધ્યાન
વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવેલા દુગ્રમાં પ્રવેશ દ્વાર, પ્રાચીર, જળાશય, બહાર જવાનો સંકટકાલીન માર્ગ, મહેલ, મંદર, રહેવાની ઈમારત, યજ્ઞ વેદી, સ્તમ્ભ, છત્રી વગેરે બનાવવામાં આવી હતી.
માત્ર એક વાર છવાયો કિલ્લા પર હારનો માતમ
કુંભલગઢે તેના ઈતિહાસમાં માત્ર એક વાર હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુગલ સેનાએ કિલ્લાની ત્રણ મહિલાઓને જીવથી મારી નાખવાની ધમકી આપીને અંદર પ્રવેશવાનો રસ્તો પુછ્યો હતો. મહિલાઓએ ડરના કારણે એક ગુપ્ત માર્ગ બતાવી દીધો હતો. તેમ છતા મુગલ અંદર જવામાં સફળ થઈ શક્યા નહતા. ફરી એક વાર અકબરના દીકરા સલીમે આ કિલ્લા પર જીતનો વિચાર કર્યો હતો. પરંતુ તેને પણ ખાલી હાથે પાછુ ફરવું હતુ.
વરસાદ પછી આજુબાજુના વિસ્તારમાં હરિયાળી દેખાય છે
35 કિમી લાંબી દિવાલ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર