ચીન ની Bikes ભારત નાં બજાર માં

China launched the 3 baiks the first time in India, the cost of 3-3.3 million

ચીનની બાઇક નિરિ્માતા કંપની રિગલ રેપરોટ મોટરસાઈકલ્સે પ્રથમ વખત ભારતીય બજારમાં ત્રણ પ્રીમિયમ ક્રૂઝર બાઈક્સ લોન્ચ કરી છે. તેના માટે ચીનની કંપનીએ ભારતની ફેબ્યુલસ એન્ડ બિયોન્ડ મોટર્સ ઇન ઇન્ડિયા કંપની સાથે હાથ મિલાવ્યા છે. ચીની કંપની, રિગલ રેપટોર મોટરસાઇકલ્સે ભારતીય બાઈક બજારમાં સંભાવનાઓને ધ્યાનમાં રાખતાં પ્રથમ ડીલરશિપ હૈદરાબાદમાં લોન્ચ કરી છે. કંપનીએ હાલમાં ત્રણ બાઈક લોન્ચ કરી છે. આ ત્રણેય બાઈક 320 સીસી અને બે સિલિન્ડરવાળી છે. કંપનીનો દાવો છે કે ઝડપના મામલે કોઈ ટક્કર આપે તેમ નથી. આ ચાઈનીઝ બાઇક માત્ર 3.5 સેકન્ડમાં 0-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આ બાઇક્સની ટોપ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકની છે.

આ છે ત્રણ મોડલઃ Daytona 350, Cruiser 350 and Bobber 350.

શું ખાસ છે આ બાઈક્સમાં

કંપનીએ ત્રણેય બાઇક્સમાં એક જેવા એન્જિનનો ઉપયોગ કર્યો છે. પરંતુ ત્રણે બાઇકનો લુક અને રંગ અલગ અલગ છે. ત્રણેય બાઈક 320 સીસી, વોટર-કુલ્ડ, ફોર સ્ટ્રોક એન્જિન (જે ફાઈવ-સ્પીડ ટ્રાન્સમિશનની સાથે કામ કરે છે)ની સાથે દોડે છે.

કિંમત

આ બાઇક્સની કિંમત 3-3.3 લાખ રૂપિયાની વચ્ચે રહેશે.

Cruiser 350

China launched the 3 baiks the first time in India, the cost of 3-3.3 million

આ બાઇકનું નાન રિગલ રેપરોટ ક્રૂઝર 350 છે. આ બાઇકને ડીડી350ઈ સ્પાઈડરના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ઘણા રંગમાં આવે છે. તેના હેન્ડલ ઊંચા છે અને તેમાં એક સીટ લાગેલ છે. તેની ઝડપ તેને ખાસ બનાવે છે. બાઇકનો લુક પણ આકર્ષક છે.

Bobber 350

China launched the 3 baiks the first time in India, the cost of 3-3.3 million

તેનું નામ રિગલ રેપરોટ બોબર 350 છે. આ બાઇકને ઓફબીટ ક્રૂઢર બાઇક કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછું કામ બોડી પર કરવામાં આવ્યું છે.

50 હજાર રૂપિયાથી બુકિંગ

આ બાઇકનું પ્રી-બુકિંગ 50 હજાર રૂપિયાથી પહેલેથી જ શરૂ થઈ ગયું છે. રિગલ રેપરોટ બાઈકની શરૂઆતની કિંમત 2.96 લાક રૂપિયા (એક્સ શોરૂમ, હૈદરાબાદ). રિગલ રેપરોટ વિશ્વના 39 દેશોમાં પોતાની બાઈકનું વેચાણ કરી રહ્યું છે.

Daytona 350

China launched the 3 baiks the first time in India, the cost of 3-3.3 million

રિગલ રેપરોટ ડેટોના 350માં ઉંચા હેન્ડલ, એન્જિન પર ક્રોમા ફિનિશ લુક આપવામાં આવ્યો છે. આ બાઇકનું વજન 180 કિલોગ્રામ છે. એક વખતમાં તમે તેમાં 15 લીટર ફ્યૂઅલ ભરાવી શકો છો.

25 વર્ષ જૂની છે કંપની

ચીનમાં બાઇક બનાવનારી રિગલ રેપટોર (Regal Raptor) કંપની 25 વર્ષ જૂની છે. ચાઈનીઝ બાઇક કંપનીએ ભારતીય બજારમાં પોતાની ત્રણ પ્રીમિયમ ક્રૂઝર બાઇક્સ ઉતારીને લાંબુ અંતર કાપવાનું મન બનાવ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,259 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>