ચીનના આ વ્યક્તિએ કરી કમાલ, પાણી ઉપર 400 મીટર દોડી બનાવ્યો રેકોર્ડ

ભલે સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે કે કોઈ માણસ પાણી પર દોડ કેવી રીતે લગાવી શકે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી છે. ચીનમાં એક વ્યક્તિએ અનોખુ પરાક્રમ કરી બતાવ્યુ છે. આ વ્યક્તિએ 400 મીટર સુધી વહેતી નદીના પાણી પર દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તેણે જ્યારે આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા. 400 મીટર સુધી વહેતી નદીના પાણી પર દોડ લગાવી વિશ્વ રેકોર્ડ બનાવનાર ચીનના આ વ્યક્તિ શાઈ લિલિઆંગ નામના એક શાઓલિન મોન્ક છે. તેણે નદીના પાણી પર 1 સેમી જાડા લકડાના બનેલા પુલ પર 6 વાર સતત પ્રયાસ કરી અંતે આ જોખમભર્યુ કારનામું કરી બતાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ વર્લ્ડ રેકોર્ડ તેના નામે જ હતો. આ પહેલા તેણે પાણી પર 50 મીટર સુધી દોડ લગાવી હતી.

ચીનના આ વ્યક્તિએ કરી કમાલ, પાણી ઉપર 400 મીટર દોડી બનાવ્યો રેકોર્ડ

ચીનના આ વ્યક્તિએ કરી કમાલ, પાણી ઉપર 400 મીટર દોડી બનાવ્યો રેકોર્ડ

ચીનના આ વ્યક્તિએ કરી કમાલ, પાણી ઉપર 400 મીટર દોડી બનાવ્યો રેકોર્ડ

ચીનના આ વ્યક્તિએ કરી કમાલ, પાણી ઉપર 400 મીટર દોડી બનાવ્યો રેકોર્ડ

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

6,017 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + = 10