ચીઝ ઓનિયન ટોમાટો ઉત્તપમ

સામગ્રી

o

* 2 કપ સૂજી
* 1 કપ દહીં
* 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
* 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
* મીઠું સ્વાદ મુજબ
* 1 ચમચી કસૂરી મેથી હથેળી માં કસેલી
* 1/4 ચમચી લીંબુ નો રસ
* 2 મધ્યમ ડુંગરી સીધી કાપેલી
* 1 કપ ચેદ્દાર ચીઝ છીણેલું
* 2 કપ સીધા કાપેલા ટામેટા
* 1 કપ જીણા સમારેલા કેપ્સિકમ
* કાળી મરી નો ભૂકો
* તેલ જરૂર મુજબ
* કોથમીર સજાવવા માટે

રીત

recipe-great-taste-milk-split-uttapam-news-hindi-india-32859

એક મોટા વાટકા માં સૂજી, દહીં, આદુ લસણ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, મીઠું, કસૂરી મેથી, લીંબુ નો રસ અને જરૂર મુજબ નવસેકું પાણી લઇ ને ખીરું તૈયાર કરો 5-10 મિનીટ રવા દો .નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ટમેટા, કેપ્સિકમ અને ચીઝ છીણેલું અને કર મારી નો ભૂકો ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ઉપર ઢાંકણ ઢાકી ને ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર અને નારીયેર ની ચટણી સાથે પીરસો .

Comments

comments


7,460 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 + = 8