સામગ્રી
* ૧૧/૨ કપ બાફેલ રાઈસ,
* ૨ કપ ફ્રેશ દહીં,
* ૧ ટીસ્પૂન તેલ,
* ૧ ટીસ્પૂન રાઈના દાણા,
* ૧ ટીસ્પૂન અડદની દાળ,
* ૪ થી ૫ લીંબડાના પાન,
* ૨ નંગ લીલું મરચું,
* સ્વાદાનુસાર મીઠું,
* ચપટી હિંગ.
રીત
એક બાઉલમાં બાફેલ રાઈસ લઇ તેમાં ફ્રેશ દહીં નાખી બરાબર મિક્સ કરવું.
હવે એક તવીમાં તેલ નાખી ગરમ થાય એટલે રાઈના દાણા, અડદની દાળ, લીંબડાના પાન, લીલું મરચું (લાંબી ચીર કરેલ), ચપટી હિંગ અને સ્વાદાનુસાર મીઠું નાખી આ દાળને બ્રાઉન રંગની થવા દેવી.
ત્યારબાદ આમાં દહીં રાઈસનું મિક્સચર નાખી એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું. બાદમાં આમાં કોથમીર નાખીને સર્વ કરો.