ચિલ્ડ્રન માટે નાસ્તામાં બનાવો મગ દાળ ક્રિસ્પી

સામગ્રી

111

*  ૧/૨ કપ યેલ્લો મગની દાળ

*  ૧૧/૪ કપ ઘઉંનો લોટ,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન સફેદ તલ,

*  ૨ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,

*  ૧૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૩ ટીસ્પૂન ખાંડ,

*  ૧/૨ ટીસ્પૂન હળદર,

*  સ્વાદાનુસાર મીઠું.

રીત

આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ યેલ્લો મગની દાળ લેવી અને તેને 30 મિનીટ માટે પલાળી રાખવી અને બાદમાં મિક્સરમાં ક્રશ કરવી એટલે પેસ્ટ બનશે.

ત્યારબાદ આ પેસ્ટમાં ઘઉંનો લોટ, ઓઈલ, બારીક સમારેલ કોથમીર, સફેદ તલ, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, હળદર અને સ્વાદાનુસાર મીઠું નાખીને પાણી વડે સોફ્ટ લોટ બાંધવો. હવે મલમલ ના કપડામાં આને ૫ મિનીટ સુધી ઢાંકી રાખવો.

૫ મિનીટ બાદ લોટના ગુલ્લા બનાવવા. પછી આની ઘઉંના લોટ વડે રોટલી વણવી. ત્યારબાદ આ રોટલીને શક્કર પારાની જેમ કાપવી (ચોખટા પાડવા).

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ક્રિસ્પીને ધીમા તાપે તળવી. આને બ્રાઉન કલરની ફ્રાય કરવી. ક્રિસ્પી ઠંડી થઇ એટલે બાળકોને નાસ્તામાં આપવી.

Comments

comments


5,339 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 6