યુગલો માટે લગ્ન પહેલાં સેક્સ માણવું સામાન્ય હોઈ શકે છે,પરંતુ આજના નવા અભ્યાસ બતાવે છે કે યુગલો જે સેક્સ માટે લગ્ન સુધીની રાહ જુએ છે તે સંભોગની ગુણવત્તા ને લઈને વધારે ખુશ હોય છે બીજા લોકો ની સરખામણી માં કે જે લગ્ન પેહલા સેક્સ માણે છે. અભ્યાસ અનુસાર, જે યુગલ સેક્સ માં લગ્ન સુધી વિલંબ રાખે છે તેઓ બીજા લોકો કરતા પોતાના લગ્ન જીવન માં વધારે પડતા સ્થિર અને ખુશ હોય છે.
અભ્યાસ મુજબ, સેક્સ માટે લગ્ન સુધી રાહ જોનાર લોકો:
૧૮% સંભોગની ગુણવત્તા વધારે હોય છે એવા લોકો કરતા કે જે અવિવાહિત જીવન સેક્સ માણે છે.
સંબંધો ની સ્થિરતા અને મજબૂતાઈ ૨૨% વધારે હોય છે.
તેમના સંબંધો સાથે સંતુષ્ટતા 20% વધારે હોય છે.
“એક વિષય પરના મોટાભાગના સંશોધનમાં વ્યક્તિના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, સંબંધોના અંદર ના સમય પર નહિ.” બ્રિઘમ યંગ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ફેમિલી લાઇફના પ્રોફેસર, પીએચડી, અભ્યાસ લેખક ડીન બસ્બી એ કહ્યું છે કે “સેક્સ કરતાં સંબંધ વધુ મહત્વપૂર્ણ છે, જેઓ લાંબા સમય સુધી રાહ જોતા હતા તેઓ તેમના લૈંગિક સંબંધોના પાસાઓથી ખુશ હતા.”
હોઈ શકે કે યુગલો વધુ સંતોષ અને જાતીય ગુણવત્તા નો એહસાસ કરે જયારે તેઓ સેક્સ માટે લગ્નની રાહ જોતા હોય કારણ કે વધારાનો સમય તેમને એકબીજા વિશે શીખવા માટે અને સારા જાતીય સંબંધો માટે જરૂરી કુશળતા વિકસાવવા માટે જરૂરી છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે 21% ઉત્તરદાતાઓ કેથોલિક, 39% પ્રોટેસ્ટન્ટ, 6% લેટર-ડે સેઇન્ટસ (મોર્મોન), 17% “અન્ય ધર્મ,” અને 17% લોકોએ કોઈ ધર્મ ને અપનાવ્યો ણ હતો. ખકો લખે છે કે ડેટિંગની પ્રારંભિક તબક્કામાં જાતીય સગપણ ને ઘણી વખત પરીક્ષણ ના ભાગ તરીકે જોવામાં આવે છે, અને આ પરીક્ષણ નક્કી કરે છે કે સંબંધ ભવિષ્ય માં ટકશે કે નહીં.
પરંતુ સંશોધકોનું કહેવું છે કે તેમના તારણો સ્પષ્ટ છે, “લાંબા સમય સુધી એક દંપતિ શારીરિક સંબંધ બાંધવા માટે રાહ જુએ છે, તેઓના લગ્ન જીવન દરમિયાન જાતીય ગુણવત્તા, સંબંધ સંચાર, સંબંધ સંતોષ અને દેખીતી સંબંધ સ્થિરતા એ વધારે પ્રમાણ માં જોવા મળે છે.