ચાલો જાણીએ, ગુગલના ઇન્કોગ્નીટો મોડના ફાયદાઓ

Google_Chrome_Incognito

ગુગલમાં રહેલ ઇન્કોગ્નીટો મોડ ખુબ જ ફાયદાકારક છે. આ ગુગલ ક્રોમનું જ એક ફીચર છે. આ ગુગલનો જ એક એવો રસ્તો છે જેમાં તમે કઈ પણ વસ્તુઓની પ્રાઈવેસી જાળવીને ને તમામ  વસ્તુઓ સિક્રેટ રાખી શકો છો.

આનો સૌથી મોટી ફાયદો એ છે કે આ તમારા browsing ની હિસ્ટ્રી આમાં સેવ નથી કરી શકતું. તેથી જો તમે બહાર ગયા હોવ તો પણ કોઈ તમારી ટેબને રીઓપન ન કરી શકે. આમાં એક વાર બંધ થયેલી ટેબને તમે ફરીવાર રીઓપન ન કરી શકો.

તમે પર્સનલ જી-મેલના એકાઉન્ટ ને જો ઇન્કોગ્નીટો મોડમાં ઓપન કરો તો લીંક ટેમ્પરરી સેવ નહિ થાય. એટલેકે કોઈ થર્ડ પાર્ટીને તમારા જી-મેલ આઈડી અને પાસવર્ડની ખબર નહી પડે.

જો તમે ફેસબુકમાં લોગ ઇન હોવ અને બીજા વ્યક્તિને પોતાનું એકાઉન્ટ ઓપન કરવું હોયતો તમે આમાં લોગીન કરી શકો છો. તેમનું કામ પૂરું થતા બધી જ માહિતીઓ ડીલીટ થઇ જશે અને પ્રાઈવેસી પણ જળવાઈ રહેશે.

કોઈને ગિફ્ટ આપવું હોય અને કઈક નવી વસ્તુઓ સિક્રેટ રીતે સર્ચ કરવી હોય તો આનો ઉપયોગ કરી શકો છો.

નોંધ :- ઘ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જો તમે ઓફીસમાં હોવ અને પોતાના કામ સિવાય કઈક બીજી વસ્તુઓ સર્ચ કરવા ઇન્કોગ્નીટો મોડનો ઉપયોગ કરો અને તમને એમ થાય કે બોસને કઈ ખબર નહિ પડે. તો તમે ખોટા છો કારણકે તમે સર્ચ કરેલ વસ્તુઓ કે પછી વિઝીટ કરેલ વસ્તુઓ તમારા કોમ્પ્યુટરમાં સેવ તો નહિ રહે પણ તમારી તમામ વસ્તુઓ તમારા ISP (Internet service provider) ને ખબર હોય છે.

Comments

comments


7,106 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13