ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક વિવિધતા અને ઘાર્મિક સહિષ્ણુતાને કાનુન તથા સમાજ બંને દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ભારતના પૂર્ણ ઈતિહાસ દરમિયાન ધર્મનું અહીની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે.
ભારતમાં જૈન લોકોની જનસંખ્યા 4,225,053 છે. ભારતમાં ઘણા બધા ધર્મોના તીર્થસ્થાનો આવેલ છે. વેલ, આજે અમે તમને જૈન લોકોનું પવિત્ર તીર્થસ્થાન એટલેકે પાલીતાણા વિષે જણાવવાના છીએ. પાલીતાણામાં જૈનનું ખુબજ વિશાળ મંદિર આવેલ છે.
આને જૈનના પવિત્ર અને મોટા સ્થળોમાંથી એક માનવામાં આવે છે. 900 થી વધારે મંદિરો વાળો શેત્રુંજય પહાડ પર પાલીતાણા આવેલ છે. ગુજરાતના ભાવનગર જીલ્લામાં શેત્રુંજયના પહાડો પર પાલીતાણા સ્થિત છે. આ જૈન મંદિર જૈન ધારણમાં 24 તીર્થકર ભગવાનને સમર્પિત કરે છે.
શેત્રુંજય પહાડ પર સ્થિત પાલીતાણાનું આ મંદિર ભગવાન ‘ઋષભદેવ’ ને સમર્પિત છે. ઋષભદેવ ને ‘આદિનાથ’ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીનતાની સાથે ખુબજ સુંદર છે. મંદિરની અંદર કોતરણીઓ એવી રીતે બનાવેલ છે કે તમે ઉત્તર ભારતીય વાસ્તુકલાનો શાનદાર નમૂનો જોઈ શકો.
વર્તમાનમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ભલે ઓછી થઇ ગઈ હોય. પરંતુ તીર્થકરોમાં પહોચનાર જૈન સાધુઓની સંખ્યા અન્ય ધર્મ કરતા વધારે છે. વર્ષ 2015 માં 14000 સાધુ-સાધ્વીઓ અહી દીક્ષા લઇ ચુક્યા છે.
પાલીતાણાના જૈન મંદિરોને ‘ટક્સ’ કહેવાય છે. આ જગ્યાનું મહત્વ મહાભારત કાળથી જ છે. કહેવાય છે કે ત્રણ પાંડવ ભાઈઓ એ અહી નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. જૈન ધર્મને માનતા લોકો એકવાર તો પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ચોક્કસ અહી જાય જ છે.
જૈન માન્યતા અનુસાર સંધ્યાકાળે લોકો ભોજન ન કરી શકે તેથી દિવસ આથમતા પહેલા જ લોકો ડુંગર ઉતરવા માંડે છે. કહેવાય છે કે અહીના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજીતનાથ ભગવાન આ મંદિરમાં 3000 વાર આવ્યા હતા અને ઋષભદેવ પ્રભુ પાલીતાણા ના મંદિરમાં 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડોમાં જૈનના 3000 કરતા પણ વધારે નાના-મોટા મંદિરો આવ્યા છે, છે ને નવાઈ પમાડે તેવી વાત. જૈની માને છે કે આ પહાડોમાં તેમના ઘણા મોટા પુરુષોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે.