આજે આ મહેલની ભવ્યતા જોઇને લોકોની આખો પહોળી થઇ જાય છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં થયું હતું. જયારે રાજા જીવતા હતા ત્યારે સમગ્ર વડોદરામાં ગાયકવાડ રાજઘરાના ની જ હુકુમત ચાલતી હતી.
લક્ષ્મી વિલાસ પેલેસ વિષે માનવામાં આવે છે કે આ બ્રિટિશ રાજઘરાના (રોયલ્ટી) નો મહેલ ‘બકિંગહામ પેલેસ’ કરતા 3 થી 4 ગણો મોટો અદ્યતન મહેલ છે. આ શાનદાર પેલેસમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, ઇન્ડોર ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ, બેડમિંટન કોર્ટ અને એક મ્યુઝિયમ પણ છે.
લક્ષ્મી વિલાસ પેલેસની ખાસિયત એ છે કે અહી સાર્સેનિક શૈલીનું સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું પરંતુ ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું. ૧૮૯૦માં ૧,૮૦,૦૦૦ ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો.
આખા ગુજરાતમાં ગાયકવાડ રાજ પરિવારને સમ્માનથી જોવામાં આવે છે. આ એટલો વિશાળ પેલેસ છે કે આની અંદર રોયલ ફેમેલીના બાળકો માટે સ્કુલથી માંડીને રેલ લાઈન પણ છે. કદાચ આને જ વિશ્વનો સૌથી મોટો પેલેસ માનવમાં આવે છે.
આ ગુજરાતીનો સૌથી મોટો પેલેસ છે. લક્ષ્મી વિલાસ પેલેસની અંદર જવા માટે પ્રતિવ્યક્તિ 170 રૂપિયાની ટીકીટ છે. આની અંદર ઓડિયો પ્રવાસ માર્ગદર્શિકા પણ આવે છે. લક્ષ્મીવિલાસ પેલેસ ભારતનો સૌથી મોટી આવાસીય પેલેસ છે. પેલેસની લંબાઈ એટલી બધી મોટી છે કે ખુબ પાછળ જવા છતા પણ ફૂલ વ્યુ ન જોઈ શકાય. હાલમાં પણ અહી ગાયકવાડના વંશજો રહે છે તેથી મહેલની અંદરનો અડધો ભાગ જ પર્યટકો માટે છે.
ગાયકવાડ નામની પાછળ પણ એક કહાની છે. કહેવાય છે કે એકવાર આ વંશના રાજા ગાયને બચાવવા પોતાના કીવાડામાં બાંધી દીધી. તેથી તેનું નામ ગાયકવાડ પડ્યું. આ પેલેસમાં ઘણા બધા ગોળ ગુમ્બજો છે. આની અંદર બારીઓને જોતા મુસ્લિમ સ્થાપત્ય કલાની યાદ આવી જાય. આ મહેલ અનેકતામાં એકતા સ્થાપિત કરે છે. આની અંદર હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીની એકતાઓ નમુનો જોવા મળે છે.
આ ભવ્ય પેલેસની વિશેષતા એ છે કે ઇમારત ત્રણ માળની છે અને પેલેસની વિશાળ ખુલ્લી જગ્યામાં બગીચો આવેલો છે. આના બાંધકામમાં વપરાયેલા પથ્થરો સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાથી મંગાવવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે વાદળી પથ્થરો ખાસ પૂનાથી આવેલા. તો કેટલાક પથ્થરો રાજસ્થાનથી પણ આવેલા.
મહેલમાં ફ્લોરિંગ માટે માર્બલ ઇટાલિયન છે. ઇટાલીના મહાન શિલ્પકાર માઈકલ એન્જેલો જેવા પ્રકારનો માર્બલ વાપરતા હતા તેવા માર્બલનો પણ અહીં ઉપયોગ કરાયો છે. આ મહેલનું ચણતર અને ઇન્ટિરિયરનું કામ ૧૨ વર્ષ ચાલ્યું હતું. તે વખતે તેનો ખર્ચ થયો હતો, ૧,૮૦,૦૦૦ પાઉન્ડ. એટલે એ સમયના આશરે ૬૦ લાખ.
આવડો મોટો મહેલ માત્ર બે વ્યક્તિને રહેવા માટેનો જ હતો. આ વિશાળ મહેલમાં એટલાં બધાં ઓરડાઓ પણ નથી. જો કે બે વ્યક્તિઓ માટેની તમામ રજવાડી સુવિધાઓ આ રાજમહેલમાં છે. આ મહેલ એટલે વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ, મહારાજા સયાજીરાવનું નિવાસ સ્થાન લક્ષ્મી વિલાસ પેલેસ જે જુના બરોડા સ્ટેટના વૈભવનું પ્રતીક હતો, જેનો વૈભવ આજે પણ અડીખમ છે
વડોદરાના આ ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને કરિશ્મા તન્નાની ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ નું શુટિંગ કરવા આવ્યા હતા. ઉપરાંત બોલીવુડના અનેક સેલેબ્સ આ મહેલની સુંદરતા જોવા આવે છે. અહી ઘણી બી-ટાઉન ફિલ્મ્સનું શુટિંગ થયું છે. આમાં ભવ્ય ફંકશન પણ યોજાય છે. હાલમાં જ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ઈરફાન પઠાણના મેરેજનું ભવ્ય રિસેપ્શન આયોજન કરવામાં આવ્યું હતું.