હું પણ રિસાયો,
તું પણ રિસાઈ…
તો મનાવશે કોણ??
આજે તિરાડ છે,
કાલે ખાઈ થશે..
એને ભરશે કોણ??
હું પણ ચુપ અને તું પણ ચુપ…તો બોલશે કોણ???
દરેક નાની નાની વાત પર ખોટું લગાડશું…
તો સંબંધ નિભાવશે કોણ???
દૂર થઇને તું પણ દુઃખી અને હું પણ દુઃખી…
તોપહેલો હાથ વધારશે કોણ???
તું પણ રાજી નથી કે હું પણ નથી…
તો માફ કરીને આગળ વધારશે કોણ???
એક અહમ મારામાં, એક અહમ તારામાં…
આ અહમને હરાવશે કોણ???
જીવન મળ્યું છે સદા માટે…એક પળ માટે એકલા રહેશે કોણ???
કોઈક દિવસ આપણા બે માંથી એકની આંખો બંધ થઈ જશે…પછી પસ્તાવો કરશે કોણ???
આ સવાલોનો એક જ જવાબ છે….
ચાલને આપણે જેટલી પળ મળી છે જીવી લઈએ…
એક બીજાની સાથે…
એક બીજાના પ્રેમમાં..