ચાર વૃદ્ધો ! – જાણવાજેવું.કોમ

Sahitya in janvajevu.com

એક સવારે એક સ્ત્રીએ પોતાના ઘરનું બારણું ખોલીને જોયું તો બે વૃદ્ધ સ્ત્રી અને લાંબી દાઢીવાળા બે પુરુષ એમ ચાર જણ એના ફળિયામાં બેઠા હતા. અજાણ્યા ચહેરાઓને પોતાના ફળિયામાં જોઈ એને થોડો ખચકાટ થયો. જરાક બીક પણ લાગી. સાવ અજાણ્યા માણસોને પોતાના ઘરે આવેલા જોઈ એને નવાઈ લાગી. થોડીક હિમત એકઠી કરીને એ એમની પાસે ગઈ. આદરપૂર્વક એમનું અભિવાદન કરી એણે પૂછ્યું. ‘માફ કરજો વડીલો ! પરંતુ મે તમને કોઈને ઓળખ્યા નહિ. તમે કોઈ કામ અંગે આવ્યા હો તો મને કહી શકો છો. જો ભૂલા પડ્યા હો અને વિશ્રામ કરવો હોઈ તો મારા ઘરમાં પધારો. હું આપના આરામ તેમજ ભોજનની વ્યવસ્થા કરી આપીશ’.

‘બેટા ! તારા આવા વાક્યોથી અમને આનંદ થયો, પરતું શું તારો ઘરવાળો એટલે કે આ ઘર નો માલિક હાજર છે ?.એ ચારમાંથી એક વૃદ્ધે કહ્યું.

‘ના દાદા ! એ આજે વહેલી સવારથી જ કામ પર જવા નીકળી ગયા છે. બપોર સુધીમાં એ ઘરે આવી જશે, પરંતુ તમે લોકો એની રાહ જોયા વગર અંદર આવો એવી મારી વિનંતી છે.’ પેલી સ્ત્રીએ નમ્રતાપૂર્વક કહ્યું.

‘નહિ દીકરી ! અમારો નિયમ છે કે ઘરના માલિક ની ગેરહાજરીમાં અને એની મંજૂરી વિના અમે કોઈ ઘરમાં પ્રવેશ કરતા નથી. તું તારે જા અને તારો પતિ આવે ત્યારે અમને જણાવજે. અમે ચારેય સામેના ઝાડ નીચે બેઠા છીએ.’એટલું કહી એ ચાર જન દુર એક ઝાડ નીચે બેસી ગયા.

બપોરે એ સ્ત્રીનો પતિ કામથી આવ્યો ત્યારે એણે બધી વાત કરી. વાત સાંભળીને એ સ્ત્રીનો પતિ બહાર ગયો. પેલા ઝાડ પાસે જઈને એણે છાયડે બેસેલા ચારેય વૃદ્ધોને પોતાના ઘરમાં આવવા વિનંતી કરી.

‘અમે ચારેય એક સાથે ભાગ્યે જ કોઈના ઘરમાં જઈએ છીએ. અમારામાંથી કોઈ પણ એક જ જન તારી સાથે આવશે. તારે તારા ઘરના સભ્યો સાથે ચર્ચા કરીને અમને જણાવવું પડશે કે અમારામાંથી કોણ તારા ઘરમાં આવે એવું તમે ઈચ્છો છો !’ એક વૃદ્ધ બોલ્યો.

પેલા માણસને નવાઈ લાગી. થોડુક રહસ્ય જેવું પણ લાગ્યું. એ બોલ્યો, ‘વડીલ ! તમારા આગમન અને વાત બંનેથી હું થોડોક મુન્જાયો છુ. સૌથી પહેલા તો હું પૂછી શકું કે તમે સૌ કોણ છો ? તમારા અંગે જાણ્યા વિના જઈશ તો હું મારા ઘરના સભ્યો સાથે કઈ રીતે ચર્ચા કરી શકીશ ?’

‘હ્મ્મ ! તારી વાત તો સાચી છે.’ સૌથી લાંબી અને સફેદ દાઢીવાળા વૃદ્ધે કહ્યું. ‘તો સાંભળ ! હું પ્રેમ છુ. મારાથી નાની દાઢીવાળો આ પુરુષ છે વૈભવ. અને આ બે સ્ત્રીઓ છે શાંતિ અને સફળતા ! હવે તુ જા અને તારા ઘરના સભ્યો પાસે જઈને નક્કી કરતો આવ કે અમારામાંથી કોણ એક તારા ઘરમાં આવે ? યાદ રાખજે કે કોઈ એક જ જણ તારા ઘરમાં આવી શકશે !’

પેલો માણસ પોતાના ઘરમાં આવ્યો. ઘરના સભ્યોને બધી વાત કરી. પછી એ ચારવૃદ્ધો માંથી કોને ઘરમાં માં બોલાવવા એ નક્કી કરવાનું કહ્યું.

ઘરના દરેક જણે પોતપોતાની રીતે વિચાર કર્યો અને પોતાના મંતવ્યો રજુ કર્યા.

‘આપણે વૈભવને જ ધરમાં બોલાવીએ ! એ માણસની પત્ની બોલી, આપણા ઘરે વૈભવ આવશે તો પડોશીઓ બળીને ખાક થઇ જશે ! મને તો એ વાત વિચારતા પણ આનંદ આવે છે. એટલે મારું માનો તો વૈભવને જ બોલાવો !’

‘ના ! ના ! એના કરતા તો સફળતાને આમંત્રણ આપીએ’. એ માણસ પોતે જ બોલ્યો, મારી નવી ફેક્ટરીનો પ્રોજેક્ટ અને મારા આર્થિક સાહસો સફળતાને ઝંખે છે. એટલે આપને સફળતાને જ બોલાવીએ !’

‘નહિ પિતાજી ! એ માણસનો યુવાન પુત્ર બોલ્યો, તમારી તથા મારી નાની ટકટક અને લડાઈ ઝઘડાઓથી હું બરાબર નો કંટાળી ગયો છુ. એટલે કુ તો ઈચ્છું છુ કે આપના ઘરમાં હવે શાંતિ આવે ! મારે હવે બીજું કઈ નથી જોઈતું. બસ ! તને જાઓ અને શાંતિને જ આપણા ઘરમાં પધારવા કહો !’

આ બધી વાતો દરમિયાન તેમની પુત્રવધૂ ચુપચાપ બેઠી બેઠી પોતાની કામ કરી રહી હતી. પેલા માણસનું ધ્યાન એમની પુત્રવધૂ પર પડ્યું. એણે કહ્યું, ‘વહુ બેટા ! તમે પણ આ બાબતમાં કઈ કહો તો સારું. ઘરના દરેક જણનો અભિપ્રાય લેવાનું એ વૃદ્ધોઓએ મને કહ્યું છે.’

‘બા-બાપુજી !’ પુત્રવધૂએ પુરા આદર સાથે કહ્યું, આમ જોઈએ તો આપણા ઘરમાં કોઈ જ વસ્તુની ખામી નથી. આપણે લોકોએ બસ એકબીજા પ્રત્યે આદર અને પ્રેમભાવ વધારવાની જરૂર છે. આખો દિવસ આપણે એકબીજાને વડચકા જ ભરતા હોઈએ છીએ અને એટલે જ આપણને સુખનો અનુભવ નથી થઇ શકતો. એટલે મારું માનો તો પ્રેમને જ આપણા ઘરમાં આવવાનું કહો. પ્રેમ ઘરમાં હશે તો આપણને અન્ય કોઈ વાતની ખામી નહિ લાગે ! બાકી તો તમે સૌ મારા કરતા મોટા છો એટલે તમે લોકો જે કઈ નક્કી કરશો એ યોગ્ય જ હશે !’

ધરના દરેક ને પુત્રવધૂની વાત વધારે યોગ્ય લાગી. થોડીક મસલત કાર્ય પછી એ માણસ બહાર ગયો. ઝાડ નીચે બેઠેલા પેલા વૃદ્ધો પાસે જઈએ બોલ્યો, ‘વડીલ ! અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે સૌ અમારા મહેમાન બનો, પરંતુ તમારી શરત પ્રમાણે જો તમારામાંથી કોઈ એક જ આવી શકે તેમ હોય તો અમે તમારામાંથી વયોવૃદ્ધ એવા પ્રેમને જ આમંત્રણ આપીશું. એટલે હે પ્રેમ ! તમે અમારા ઘરમાં પધારો અને અમારા મહેમાન બનો !’

પ્રેમ ઉભો થયો.એને એ માણસની સાથે ચાલવાનું શરુ કર્યું.એ વખતે પાછળથી કઈક અવાજ આવતા પેલા માણસે પાછળ જોયું. એની આંખો નવાઈથી પહોળી થઇ ગઈ. એમની પાછળ પાછળ વૈભવ, શાંતિ અને સફળતા પણ આવી રહ્યા હતા. એ ઉભો રહી ગયો. એને કહ્યું, ‘માફ કરજો વડીલો ! પરંતુ તમે તો કહેતા હતા ને કે તમારામાંથી એક જ જણ મારી સાથે આવશે. તો તમે સૌ કેમ આવો છે ? જોકે તમે બધા આવો તો પણ મને વાંધો નથી. તમે સૌ મારા મહેમાન થાવ એ તો અમને ગમશે, પરંતુ મને આ ગુચવાડો સમજાયો નહિ ! તમે લોકો આ અંગે કઈક સ્પષ્ટતા કરો એવી મારી વિનંતી છે !’

‘જો ભાઈ !’ જેનું નામ વૈભવ હતું એ વૃદ્ધે કહ્યું, ‘તે પ્રેમ સિવાયના કોઈ પણને આમંત્રણ આપ્યું હોઈ તો એ એક જ જણ તારા ઘરમાં આવી શકેત, પરંતુ અમારા બધા વચ્ચે એક વણ લખ્યો નિયમ છે કે જે ઘરમાં પ્રેમ જાય અને પ્રેમ રહે તે ઘરમાં વૈભવ, સફળતા અને શાંતિએ જોડે જ જવું ! તે તારા ઘરમાં પ્રેમને આમંત્રણ આપ્યું છે એટલે અમે સૌ પણ એની જોડે જ તારા ઘરમાં આવીશું !’

એ માણસે અને એના ઘરના સૌએ હરખભેર એ ચારેઈ વૃદ્ધોને પોતાના ઘરમાં આવકાર્ય.

સૌજન્ય
ડો . આઈ. કે. વીજળીવાળા

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,842 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>