ઘરે બનાવો સ્પાઈસી અને મસાલેદાર ઇટાલિયન પાસ્તા

સામગ્રી

hurry-up_vegetarian_pastas-thumb-596x350-236614

* ૧ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ,

* ૧ ટેબલ સ્પૂન બારીક સમારેલ લસણ,

* ૧૧/૨ કપ છાલ ઉતારેલ, ડીસીડેડ અને બારીક સમારેલ ટામેટાં,

* ૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ,

* ૨ ટેબલ સ્પૂન ડ્રાઈ ચીલી ફ્લેક્સ,

* ૧ ટેબલ સ્પૂન ઓરેગાનો,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ ટેબલ સ્પૂન ક્રીમ,

* ૧/૪ કપ તુલસીના પાન,

* ૧૧/૨ કપ બાફેલા પેને (પાસ્તા)

* ૨ ટેબલ સ્પૂન સ્લાઈસ કરેલ બ્લેક ઓલીવ્સ,

* ૨ ટેબલ સ્પૂન છીણેલું ચીઝ.

રીત

penne_05-27-12_1_ca

નોનસ્ટીક પેનમાં ઓલીવ ઓઈલ અને બારીક સમારેલ લસણ નાખીને જ્યાં સુધી લસણ બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી સાંતાડવું. હવે આમાં છાલ ઉતારેલ, ડીસીડેડ અને બારીક સમારેલ ટામેટાં નાખીને ત્રણ થી ચાર મિનીટ સુધી કુક થવા દેવું. પછી આમાં ટોમેટો કેચઅપ, ડ્રાઈ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સ્વાદાનુસાર મીઠું અને ક્રીમ નાખીને બરાબર રીતે મિક્સ કરી એક મિનીટ સુધી હલાવી લેવું.

ત્યારબાદ આમાં તુલસીના પાન, બાફેલા પેને (પાસ્તા) અને સ્લાઈસ કરેલ બ્લેક ઓલીવ્સ નાખીને એક થી બે મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે ઇટાલિયન પાસ્તા. હવે આને ગાર્નીશ કરવા માટે એક બાઉલમાં પાસ્તા કાઢીને છીણેલા ચીઝને તેની ઉપર નાખવું.

Comments

comments


5,703 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4