ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ‘મલાઈ કોફતા’

સામગ્રી

IMG_2929

*  ૧/૨ કપ છીણેલું પનીર,

*  ૧/૨ કપ બાફેલ અને મેશ કરેલ બટાટા,

*  ૧/૪ કપ છીણેલ ગાજર,

*  ૨ ટીસ્પૂન સમારેલ કેપ્સીકમ,

*  ૧ ટીસ્પૂન ટોમેટો કેચઅપ,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ચપટી હળદર,

*  ૧ ટીસ્પૂન છીણેલ આદું,

*  ૧/૨ ટીસ્પૂન પીસેલું લસણ,

*  ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર,

*  ૩ ટીસ્પૂન મકાઈનો લોટ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ કપ રફ્લી સમારેલ ડુંગળી,

*  ૨ ટીસ્પૂન કાજુ,

*  ૨ ટીસ્પૂન બટર,

*  ૧/૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ,

*  ૨ કપ ટોમેટો પલ્પ,

*  ૧ ટીસ્પૂન શુગર,

*  ૧ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧/૨ કપ પાણી,

*  ૨ ટીસ્પૂન ફ્રેશ ક્રીમ,

*  ૨ ટીસ્પૂન કોપરાની છીણ.

રીત

કોફતા બનાવવા માટે એક બાઉલમાં છીણેલું પનીર, બાફેલ અને મેશ કરેલ બટાટા, છીણેલ ગાજર, સમારેલ કેપ્સીકમ, ટોમેટો કેચઅપ, લાલ મરચું, ચપટી હળદર, છીણેલ આદું, પીસેલું લસણ, સમારેલ કોથમીર, મકાઈનો લોટ અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથોથી બરાબર મિક્સ કરી લેવા.

બાદમાં આના નાના નાના રોલ્સ બનાવીને તળવા. હવે મલાઈ કોફતાની પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં રફ્લી સમારેલ ડુંગળી અને કાજુ નાખીને મિક્સરમાં પીસી લેવું, જેથી એક પેસ્ટ બને.

હવે ગ્રેવી બનાવવા માટે તવી ગરમ થાય એટલે તેમાં બટર, કોફતાની પેસ્ટ, એકાદ ચમચી જેટલુ પીસેલું લસણ, અડધી ચમચી આદુંની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ નાખીને બે મિનીટ સુધી કુક થવા દેવું. બાદમાં આમાં ટોમેટો પલ્પ, શુગર, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખીને ઘીમાં તાપે ૩ થી ૪ મિનીટ માટે કુક થવા દેવું.

કુક થયા બાદ લાસ્ટમાં આમાં ફ્રેશ ક્રીમ અને તૈયાર કરેલ કોફતાના રોલ્સ નાખી મિક્સ કરવું. આને ગાર્નીશ કરવા મલાઈ, કોપરાની છીણ અને સમારેલ કોથમીર નાખી નાન સાથે સર્વ કરો.

Comments

comments


6,458 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 6 =