સામગ્રી
* ૧ કપ ધઉંનો લોટ,
* ૪ ટેબલ સ્પૂન દૂધ,
* જરૂરત મુજબ પાણી,
* ૩/૪ કપ સમારેલ ખજૂર,
* ૨ ટેબલ સ્પૂન શેકેલા સફેદ તલ,
* ૧/૪ કપ બ્રાઉન શુગર,
* ૨ ટેબલ સ્પૂન મિલ્ક.
રીત
પૂરણપોળી બનાવવા સોફ્ટ લોટ બાંધવો. તેના માટે એક બાઉલમાં ધઉંનો લોટ અને દૂધ નાખી મિક્સ કરી જરૂરત મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધવો. ત્યારબાદ આને ૧૫ મિનીટ માટે સાઈડમાં રાખી મુકવો.
હવે પૂરણપોળીનું સ્ટફિંગ બનાવવા માટે સમારેલ ખજૂર, શેકેલા સફેદ તલ, બ્રાઉન શુગર, મિલ્ક નાખી આને મિક્સ કરી લેવું. પછી પૂરણપોળી બનાવવા લોટમાંથી એક ગુલ્લુ લઈને ઘઉંનો લોટ ચોપડી વણવું. ત્યારબાદ તેમાં દોઢ ચમચી જેટલું સ્ટફિંગ નાખી હળવા હાથે પૂરણપોળી વણવી.
પછી આને શેકવા માટે નોનસ્ટીક પેનમાં મુકવી. આની એક સાઈઝ બ્રાઉન રંગની થાય એટલે બીજી સાઈડ પલટાવવી. જયારે પૂરણપોળી તૈયાર થાય એટલે તેની ઉપર ઘી લગાવવું.