ઘરે બનાવો મોં માં પાણી લાવી દે તેવા સ્વીટ ચોકો બોલ્સ

સામગ્રી

Chocolate-Bana-Snowballs-Whole-30

*  ૧ કપ ડાર્ક ચોકલેટ,

*  ૧/૪ કપ ક્રશ કરેલ સાદા બિસ્કીટનો ભુક્કો,

*  ૨ ટીસ્પૂન ડ્રાઈ ક્રાનબેરીઝ,

*  ૧૧/૨ કપ ચોકલેટ સ્પોંગ કેક,

*  જરૂર મુજબ સુકું છીણેલું કોપરું.

રીત

એક બાઉલમાં રફ્લી સમારેલ ડાર્ક ચોકલેટ લઇ તેણે માઈક્રોવેવમાં એક મિનીટ સુધી મુકવી, જેથી તે મેલ્ટ (પીગળે) થઇ જાય. પછી આને માઈક્રોવેવ માંથી બહાર કાઢીને ચમચી વડે મિક્સ કરવું જેથી સોસ બનશે. મતલબ કે એકદમ પીગળેલ મિશ્રણ.

હવે આમાં ક્રશ કરેલ સાદા બિસ્કીટનો ભુક્કો, ડ્રાઈ ક્રાનબેરીઝ અને ભુક્કો કરેલ ચોકલેટ સ્પોંગ કેક નાખી બરાબર મિક્સ કરવું. બાદમાં આમાંથી થોડું મિશ્રણ લઇ હથેળી વડે ગોળ બોલ્સ બનાવવા.

આ બોલ્સને જરૂર મુજબ સુકું છીણેલું કોપરું લઇ તેની અંદર રગદોળવા. ત્યારબાદ તૈયાર છે ચોકો બોલ્સ.

Comments

comments


5,704 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 × 8 =