સામગ્રી
* ૧ કપ તુવેરની દાળ
* ૧/૪ કપ સમારેલ ટામેટાં,
* ૧/૨ ટીસ્પૂન આખુજીરું,
* ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨૧/૨ કપ પાણી,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* ૧ ટીસ્પૂન ધી.
રીત
કુકરમાં તુવેરની દાળ (ધોયેલી અને પાણી કાઢેલ), સમારેલ ટામેટાં, આખુજીરું, બારીક સમારેલ ડુંગળી, ઓઈલ, બારીક સમારેલ લીલા મરચા, હળદર, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી બરાબર મિક્સ કરીને ત્રણ વ્હીસલ વગાડવી.
હવે વ્હીસલ વાગ્યા બાદ કુકર ખોલીને બારીક સમારેલ કોથમીર નાખી દાળ મિક્સ કરવી. ત્યારબાદ બાફેલા રાઈઝ ઉપર દાળનું મિશ્રણ અને ધી નાખી આને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.