ઘરે બનાવો ડિફરન્ટ સ્ટાઈલમાં કડાઈ પનીર રેસીપી

સામગ્રી

paneer-butter-masala-recipe

*  ૧ સુકી કશ્મીરી રેડ ચિલીઝ,

*  ૧ ટીસ્પૂન આખા ઘાણા,

*  ૨૧/૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,

*  ૨૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ ટામેટા,

*  ૧/૪ કપ ટોમેટો પ્યોરી,

*  ૨ ટીસ્પૂન પાણી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન સુકી કસુરી મેથી,

*  ૧ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧૧/૨ કપ પનીરના ટુકડાં,

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,

*  ૧ ટીસ્પૂન દળેલું ધાણાજીરું,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧/૪ ટીસ્પૂન ડ્રાય કસુરી મેથી,

*  ૧ કપ પાણી,

*  ૧/૨ કપ કેપ્સીકમ સ્લાઈસ,

*  ૧/૨ કપ ફ્રેશ ક્રીમ.

રીત

સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં કશ્મીરી રેડ ચિલીઝ અને આખા ઘાણા નાખી થોડી સેકંડ માટે શેકવા. પછી આ મસાલાને મિક્સરમાં પીસી લેવો.

હવે ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે બારીક સમારેલ લસણ, શેકેલો મસાલો, બારીક સમારેલ લીલા મરચાં અને બારીક સમારેલ ટામેટા નાખી દસેક મિનીટ સુધી આ મિશ્રણને કુક થવા દેવું.

જો ટામેટા બરાબર કુક ન થયા હોય તો તેને મેશ કરી નાખવા. બાદમાં આ મિશ્રણમાં ટોમેટો પ્યોરી, પાણી, સ્વાદાનુસાર મીઠું, સુકી કસુરી મેથી (હાથમાં થોડી પીસેલી) અને ગરમ મસાલો નાખી મિક્સ કરવું. પછી એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે કડાઈ ગ્રેવી રેડી છે.

ત્યારબાદ એક બાઉલમાં ઓઈલ ગરમ કરવું અને તેમાં પનીરના ટુકડાં નાખી એકદમ લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવા. હવે ફ્રાય કરેલ આ પનીરને ઠંડા પાણીના બાઉલમાં નાખી દેવા. ઠંડા પાણીમાં નાખવાથી તે નરમ બનશે.

હવે ફરીવાર ગ્રેવી બનાવવા એક કડાઈમાં ઓઈલ અને બારીક સમારેલ ડુંગળી નાખીને એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું. પછી આમાં તૈયાર કરેલ કડાઈ ગ્રેવી, દળેલું ધાણાજીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ડ્રાય કસુરી મેથી અને પાણી નાખીને આને થોડી સેકંડ સુધી ઉકળવા દેવું.

ત્યારબાદ આ મિશ્રણમાં કેપ્સીકમ સ્લાઈસ, સ્વાદાનુસાર મીઠું, પનીરના ટુકડા અને ફ્રેશ ક્રીમ નાખીને મિક્સ કરવું. તો તૈયાર છે કડાઈ પનીર. હવે આને પરોઠા સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,907 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>