ઘરે બનાવો ટેસ્ટી પાપડ પોટેટો રોલ્સ

સામગ્રી

maxresdefault

*  ૧ ટીસ્પૂન બાફેલ બટાટા,

*  ૧૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચા,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર,

*  ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  ૧/૨ કપ મેંદાનો લોટ,

*  ૩/૪ કપ પાણી,

*  ૧ કપ બારીક ટુકડા કરેલ કાચા પાપડ.

રીત

આ વાનગી બનાવવામાં માટે એક બાઉલમાં બાફેલ બટાટા (છાલ ઉતારેલ અને મેશ કરેલ), સમારેલ લીલા મરચા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, લીંબુનો રસ અને બારીક સમારેલ કોથમીર નાખી બરાબર મિક્સ કરવું.

હવે આમાંથી થોડું મિશ્રણ લઈને હાથમાં મૂકી તેના નાના નાના રોલ્સ બનાવવા. પછી એક નાના બાઉલમાં મેંદાનો લોટ અને પાણી નાખી મિક્સ કરીને પેસ્ટ બનાવવી.

ત્યારબાદ મેંદો/પાણીના આ મિશ્રણમાં રોલને બોળવા અને બીજી વાર બારીક ટુકડા કરેલ કાચા પાપડમાં રોલને રગદોળવા. બાદમાં આ રોલને લાઈટ બ્રાઉન કલરના ફ્રાઈ કરવા. હવે આ ટેસ્ટી રોલને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.

Comments

comments


6,059 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 1 =