સામગ્રી
* ૧ કપ સમારેલ કોથમીર,
* ૧ કપ ચણાનો લોટ,
* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,
* ૧/૨ ટેબલ સ્પૂન દળેલું ધાણાજીરું,
* ૧/૪ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ,
* ૧ ટેબલ સ્પૂન દહીં (જેમાં ૧ ટેબલ સ્પૂન પાણી મિક્સ કરેલ)
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં સમારેલ કોથમીર, ચણાનો લોટ, લાલ મરચું, દળેલું ધાણાજીરું, આદું-મરચાની પેસ્ટ, દહીં (થોડું પાણી મિક્સ કરેલ) અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથોથી બરાબર મિક્સ કરી લોટ બાંધવો. હવે લોટને લાંબો કરીને રોલ બનાવવો અને સ્ટીમ કરવા સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનીટ માટે મુકવું. ત્યારબાદ આ રોલ ઠંડો થાય એટલે કાપીને આને સોસ સાથે સર્વ કરવું.