ઘરે બનાવો કન્ડેન્સ્ડ મિલ્ક રવા લાડુ

સામગ્રી

condensed milk rava ladoo | Janvajevu.com

* 11/2 કપ રવો
* 1/2 કપ નાળિયેરનું છીણ
* 11/4 કપ સ્વીટ કન્ડેન્સ્ડ મિલ્ક
* 1/4 કપ દૂધ
* 1/2 ચમચી એલચી પાઉડર
* 3 ચમચા ઘી
* કાજુ
* કિસમિસ

રીત

condensed milk rava ladoo | Janvajevu.com

સૌપ્રથમ એક નોનસ્ટિક અને જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં કાજુ ઉમેરીને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં કિસમિસ ઉમેરીને તેને તળી લો. હવે તેને કાઢીને સાઈડ પર મૂકી દો. હવે એ જ પેનમાં રવો ઉમેરીને ધીમા તાપે સાંતળો. રવો લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં નાળિયેરનું છીણ ઉમેરીને તેને પણ થોડીક સેકન્ડ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં સાંતળેલા ડ્રાયફ્રુટ્સ અને એલચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં કન્ડેન્શડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. લાડુ માટેનું મિશ્રણ તૈયાર છે. થોડુંક ઠંડુ થાય એટલે તેમાંથી લાડુ વાળી લો. લાડુ ઠંડા થઈને સેટ થાય એટલે સર્વ કરો.

condensed milk rava ladoo | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,601 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>