ઘરે બનાવો આ ટેસ્ટી અને ચટાકેદાર મૈસુર મસાલા ઢોસા

સામગ્રી

2589Photo0062

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ ચણાની દાળ,

*  ૧ ટીસ્પૂન અડદની દાળ,

*  ૫ ડ્રાઈ કશ્મીરી ચીલી,

*  ૧ ટીસ્પૂન ટુકડા કરેલ ગોળ,

*  ૩ લસણની કળી,

*  ૧/૨ ટીસ્પૂન આમલીની ચટણી,

*  ૪ નંગ મરી,

*  ૩/૪ કપ છીણેલું નારીયેલ,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૪ ટીસ્પૂન બટર,

*  ૪ ટીસ્પૂન સમારેલ ડુંગળી,

*  ૧ ટીસ્પૂન સમારેલ કેપ્સીકમ,

*  ૪ ટીસ્પૂન પતલી અને લાંબી સમારેલ કોબીજ,

*  ૧ ટીસ્પૂન સમારેલ ટામેટા,

*  ૨ ટીસ્પૂન છીણેલું બીટ,

*  ૨ ટીસ્પૂન સમારેલ ગાજર,

*  ૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૨ ટીસ્પૂન પાવભાજી મસાલો,

*  ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ તૈયાર કરેલ બટાટા નો મસાલો,

*  ૨ કપ રેડીમેડ ઢોસાનું બેટર,

*  ૧૧/૨ ટીસ્પૂન બટર.

રીત

મૈસુર ચટણી બનાવવા એક તવીમાં ઓઈલ નાખી તેમાં ચણાની દાળ અને અડદની દાળ નાખી બે થી ત્રણ મિનીટ સુધી તેલના શેકવી. આને આછા બ્રાઉન રંગની શેકવી. હવે આમાં ડ્રાઈ કશ્મીરી ચીલી (ટુકડા કરેલ) નાખી મિક્સ કરીને બે મિનીટ સુધી કુક થવા દેવી.

હવે આમાં ટુકડા કરેલ ગોળ, લસણની કળી, આમલીની ચટણી અને મરી નાખી એકાદ મિનીટ સુધી કુક થવા દેવું. પછી આમાં છીણેલું નારીયેલ, લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું નાખી ફરીવાર એકાદ મિનીટ માટે કુક કરવું.

ત્યારબાદ આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડુ થાય એટલે જરૂર મુજબ પાણી નાખી મિક્સરમાં પીસી પેસ્ટ બનાવવી. આ મિશ્રણમાં એકદમ થોડું પાણી નાખવું જેથી મીડીયમ પેસ્ટ બને. હવે તૈયાર છે મૈસુર ચટણી.

ત્યારબાદ એક તવીમાં બટર નાખી પીગળે એટલે તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ માટે સૌતે કરવું. પછી આમાં સમારેલ કેપ્સીકમ, પતલી અને લાંબી સમારેલ કોબીજ, સમારેલ ટામેટા, છીણેલું બીટ, સમારેલ ગાજર, લાલ મરચું, પાવભાજી મસાલો, સમારેલ કોથમીર અને સ્વાદાનુસાર મીઠું નાખી એકાદ મિનીટ સુધી કુક થવા દેવું.

હવે આમાં તૈયાર કરેલ બટાટા નો મસાલો નાખીને મિક્સ કરવું. તો રેડી મૈસુર નો મસાલો છે.

હવે ઢોસા બનાવવા ઢોસાની તવી ગરમ થાય એટલે તેમાં થોડું પાણી છાટી ટીશ્યુ થી ક્લીન કરવું.  પછી આની ઉપર રેડીમેડ ઢોસાનું બેટર નાખી ગોળમાં સ્પ્રેડ કરવું. બાદમાં દરેક ઢોસામાં બટર નાખવું, સ્પ્રેડ કર્યા બાદ.

પછી આની ઉપર તૈયાર કરેલ મૈસુર ચટણી ની પેસ્ટ નાખવી. બાદમાં આની વચ્ચોવચ તૈયાર કરેલ મૈસુર મસાલો નાખી બંને બાજુથી ફોલ્ડ કરવું. હવે રેડી છે, આને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,256 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>