ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે રાખો આ પ્રકારનો કાચબો

four-heavenly-guardians-dragon-tiger-phoenix-and-turtle-5

જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને લગતી ટીપ્સ જણાવીએ છીએ જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે તમારા જીવનને તે સમૃધ્ધ બનાવશે.

શું ફેંગશુઇ પર આધારિત વસ્તુથી ઘર અને ઓફિસમાં હકારાત્મક ઊર્જા વધારવા માંગો છો? તો ઘરમાં રાખો કાળો કાચબો. ચાઇનીઝ ફેંગશુઇ અનુસાર કાળો કાચબો નક્ષત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આજ કારણ છે કે આને યોગ્ય દિશામાં રાખવાથી હકારાત્મક બાબતો જોવા મળે છે.

* કાળો કાચબો ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે જ કાળા કાચબાને ઉત્તર દિશામાં મૂકવામાં જોઈએ. અલગ અલગ વસ્તુઓથી બનેલ કાચબાઓ પણ અલગ ઊર્જાનું પરિવહન કરી શકે છે. વધારે ઉર્જા મેળવવા માટે તમે મેટલ (ધાતુ) થી બનેલ કાચબાનો ઉપયોગ કરી શકો છો. સુરક્ષા અને પ્રભુત્વ માટે તમે કાચબા ની પ્રતિમાની દિશા પણ બદલી શકો છો. આવામાં તેનું મોઢું દરવાજા તરફ હોવું જોઇએ.

* ફેંગશુઈમાં વાસ્તુ દોષ નિવારણ માટે કાચબા ને બીજો નંબર નો માનવામાં આવે છે. આવામાં જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો સમજો કે તમારી બિમારીઓ અને શત્રુઓથી મુક્તિ થઈ ગઈ.

* જો તમે તમારા કેરીયર અને વ્યવસાયમાં વધારો કરવા માંગતા હોય તો ધાતુનો કાચબો લઈને તેને પાણી ભરેલા વાસણની અંદર મુકીને ઉત્તર દિશામાં મુકવાથી લાભ થાય છે.

* કાળા કાચબોને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો મુક્યો હશે તો તમે લાંબી ઉંમર મેળવશો.

* ફેંગશુઈ અનુસાર ઘરમાં બ્લેક ટોર્ટિઝ રાખવાથી સૌભાગ્ય, ધન, માન-સમ્માનમાં વૃધ્ધિ થાય છે. બ્લેક ટોર્ટિઝને તમારા બેડરુમ, રસોઈઘર અથવા ટોઈલેટમાં કયારેય ન રાખવો. બ્લેક ટોર્ટિઝને ઘરના ડ્રોઈંગરૂમમાં જ રાખવો જોઈએ. જેથી ઘરમાં રહેલી તમામ સમસ્યા દૂર થશે.

Comments

comments


22,197 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1