ઘરમાં સુખ અને સમૃદ્ધી મેળવવા માટે અપનાવો ફેંગશુઈ

ઘરમાં સુખ અને સમૃદ્ધી મેળવવા માટે અપનાવો ફેંગશુઈઆજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. માણસ મહેનત તો ખુબ જ કરે છે તેમ છતાં પણ તે સંતુષ્ટ જોવા મળતો નથી. તેનું કારણ એ પણ છે કે તેને વાસ્તુદોષ વિશે પુરતી જાણકારી નથી અને તેના કારણે તે પોતાની મુશ્કેલીઓમાંથી નીકળી નથી શકતો.

જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને લગતી ટીપ્સ જણાવીએ છીએ જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે તમારા જીવનને તે ખુશનુમા અને સમૃધ્ધ બનાવશે.

  • આજે દરેક માણસ સુખી રહેવા માંગે છે તેના માટે લાફીંગ બુધ્ધા ખુબ જ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે પરંતુ ત્યારે કે જ્યારે તે તમને કોઇ દ્વારા ગીફ્ટમાં મળેલ હોય.
  • ફેંગશુઈમાં વાસ્તુ દોષ નિવારણ માટે બીજો નંબર કાચબાનો આવે છે. આવામાં જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો સમજો કે તમારી બિમારીઓ અને શત્રુઓથી મુક્તિ થઈ ગઈ.
  • જો તમે તમારા કેરીયર અને વ્યવસાયમાં વધારો કરવા માંગતા હોય તો ધાતુનો કાચબો લઈને તેને પાણી ભરેલા વાસણની અંદર મુકીને ઉત્તર દિશામાં મુકવાથી લાભ થાય છે.
  • કાચબોએ લાંબા આયુષ્યનું પ્રતિક છે. જો તમારા ઘરમાં કાચબો મુક્યો હશે તો તમે લાંબી ઉંમર મેળવશો.
  • જો તમારે કાચબાને તમારા બેડરૂમમાં મુકવો હોય તો તમે તેને પાણીમાં રાખ્યા વિના પણ મુકી શકો છો.
  • ફેંગશુઈ પ્રમાણે ગોલ્ડફિશનું મહત્વ :
  • ફેંગશુઈ અનુસાર ઘરમાં ગોલ્ડફિશ માછલી રાખવાથી સૌભાગ્ય, ધન, માન-સમ્માનમાં વૃધ્ધિ થાય છે. ગોલ્ડફિશ તમારા બેડરુમ, રસોઈઘર અથવા ટોઈલેટમાં કયારેય ન રાખો. માછલી ઘરના ડ્રોઈંગરૂમમાં જ રાખવી જોઈએ. જેથી ઘરમાં રહેલી તમામ સમસ્યા દૂર થશે.
  • બંધ રાખો તિજોરીઓઃ- પુસ્તકો જો ખુલી તિજોરીમાં રાખવામાં આવે તો અશુભ ઊર્જા પેદા કરે છે. જે તે રૂમમાં રહેનાર વ્યક્તિ માટે ખૂબ જ ખરાબ માનવામાં નથી આવતી. એટલા માટે તિજોરીઓને હંમેશા બંધ રાખવી જોઈએ. તિજોરી ખુલી છોડનાર આ રૂપમાં રહેનાર વ્યક્તિને બીમાર પાડી શકે છે.

Comments

comments


5,267 views

Leave a Reply

Your email address will not be published.


6 + = 13