ઘન એક એવું સાધન છે કે જેના વિના જ્ઞાની વ્યક્તિ પણ અધુરો છે. આ સંસારમાં સુખ અને સમૃદ્ધિ એવી વસ્તુ છે કે જેણે નિશ્ચિત જ બધા લોકો મેળવવા માંગતા હોય છે. આજના આ યુગમાં ચારે તરફ ધનની માંગ વધી છે. જોકે, આજની મોંધવારીમાં લોકો સમૃદ્ધિ મેળવવા કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે.
કોઇપણ વ્યક્તિ ધનવાન બને છે તેના ભાગ્યના બળે અને કર્મના બળે. પરંતુ, ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઇ જાય તો લોકો જણાવે છે કે વાસ્તુશાસ્ત્રની ટીપ્સને ફોલો કરવી. આજે અમે તમને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવાના સરળ ઉપાયો વિષે થોડી જરૂરી ટીપ્સ આપવાના છીએ. તો ચાલો જાણીએ…
ત્રણ પગ વાળો ભાગ્યશાળી દેડકો
ત્રણ પગ વાળા દેડકાને ભાગ્યશાળી માનવામાં આવે છે. ચાઇનીઝ ફેંગશુઇમાં ત્રણ પગ વાળા દેડકાનું કઈક અલગ જ મહત્વ માનવામાં આવે છે. ઘરમાં આને રાખવાથી સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આના મોઢામાં એક કે ત્રણ સિક્કા હોય છે. આ ઘરમાં ધન આવવાનો સંકેત આપે છે.
ત્રણ પગ વાળા દેડકાને બેડરૂમ, બાથરૂમ અથવા રસોડામાં ક્યારેય ન રાખવો. આને ઘરના મુખ્યદ્વાર પાસે કે સામાન્ય ઉંચાઈ પર રાખવો જોઈએ. માનવામાં આવે છે કે ત્રણ પગ વાળા દેડકાના પગના પંજામાં જે મોતી હોય છે તે સૌથી વધારે સકારાત્મક ઉર્જા પેદા કરે છે. આને બહાદુરી અને અપાર શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આને પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે.
સમૃદ્ધિ લાવે છે કાચબો
ફેંગશુઈમાં કાચબાને શુભ માનવામાં આવે છે. આ પણ ઘરમાં સુખ ને સમૃદ્ધિ વધારવામાં સહાયક છે. આને ઘરમાં રાખવાથી ઘરમાં દોલત અને સફળતા આવે છે. આ કાચબાને ઓફીસ કે મકાનની ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
કાચબાને જયારે પણ તમે કોઈ જગ્યા પર મુકો ત્યારે તેનું મોઢું અંદરની દિશા તરફ જ હોવું જોઈએ, કારણકે આનાથી જ તમને શુભ સંકેત મળશે.
લાફીંગ બુધ્ધા
જો તમારે ઘરમાં સમૃદ્ધિ જોઈએ તો લાફીંગ બુધ્ધા તમને જરૂર મદદ કરશે. પોતાના લીવીંગ રૂમમાં કે વિકર્ણ દિશામાં લાફીંગ બુધ્ધા ને બેસાડવા જોઈએ. જો તમારા ઘરમાં ધનની સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ દુવિધામાં ‘ઘનની પોટલી લીધેલ’ લાફીંગ બુધ્ધા ને ઘરમાં રાખવાથી પરેશાની દુર થાય છે.
કાઠોર પરિશ્રમ બાદ પણ તમે ફળ પ્રાપ્તથી વંચિત રહેતા હોય તો આવી પરીસ્થિતિમાં તમારે ‘બંને હાથમાં કમંડળ ઉઠાવેલ’ લાફીંગ બુધ્ધાને ઘરમાં રાખવા જોઈએ. લાફીંગ બુધ્ધાને અઢી થી ત્રણ ફૂંટની ઉંચાઈએ ઘરમાં રાખવા જોઈએ.
ગોલ્ડન ફીશ
ચાઈનીઝ ફેંગશુઈ અનુસાર ઘરમાં માછલી રાખવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આને ઘન, માન, સમ્માન માં વૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. માછલી ઘરને તમે તમારા ડ્રોઈંગરૂમમાં રાખી શકો છો.