વાતાવરણમાં ઘણા એવા કેમિકલ હોય છે જે આપણને જોવા મળતા નથી પરંતુ આપણા માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ કેમિકલમાંથી ઘણાં કેમિકલ કેન્સરનું કારણ પણ બની શકે છે. આ કેન્સરનું જોખમ વધારનાર કેમિકલ્સ રોજ ઘરમાં ઉપયોગ લેવામાં આવતી વસ્તુઓમાં મળી આવે છે. જોકે, આ લગભગ અશક્ય છે કે, આપણે ઘરની દરેક વસ્તુઓની પરખ કરીએ કે તે આપણને નુકસાન તો નથી પહોંચાડી રહી. પરંતુ જે વસ્તુઓ વિશે આપણને જાણ છે કે, આ વસ્તુઓના ઘરમાં વધારે ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધી રહ્યું છે તો આપણે તેનાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઇએ. આવા જ કેન્સરનું જોખમ વધારનાર થોડા પદાર્થો વિશે આ લેખમાં અમે તમને જાણ કરીશું….
કેન્ડલઃ-
સાઉથ કેરોલાઇના સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ મીણબત્તીથી નીકળતા ઘૂમાડાનું પરિક્ષણ કર્યું હતું. તેમણે પોતાના આ પરિક્ષણમાં જાણ્યું કે, મીણબત્તીઓમાંથી નીકળતા આ હાનિકારક ધૂમાડાનો સંબંધ ફેંફસાના કેન્સર સાથે જોડાયેલ છે. જોકે, નિષ્ણાંતોએ એ પણ જાણ્યું કે, મીણબત્તીથી નીકળતા ધૂમાડાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થવામાં ઘણા વર્ષો લાગી જાય છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે, જે લોકો પેરાફીન (એક જાતનું કેમિકલ)વાળી મીણબત્તીઓનો વધારે ઉપયોગ કરે છે તે હમેશાં કેન્સરના જોખમમાં જ રહે છે.
નોન સ્ટિક વાસણઃ-
જો તમે નોન સ્ટિક વાસણમાં ભોજન પકાવો છો તો સાવધાન થઇ જાવ. એક શોઘમાં જાણવા મળ્યું કે, નોન સ્ટિક વાસણોમાં ભોજન પકાવવાથી કેન્સરને વધારનાર તત્વ કારસીનોજેન આપણાં શરીરમાં પહોંચે છે. હાલમાં જ, થયેલ એક શોધમાં જાણવા મળ્યું કે, આ વાસણોમાં ઉપયોગમાં લેવામાં આવતું પરફ્લૂરિનટેડ કંમ્પાઉન્ડ (પીએફસી) આ તત્વને માતાના દૂધમાં ભેળવી રહ્યું છે. પહેલાં માત્ર માનવ રક્તમાં જ તેને જોવા મળતું હતું. કારસીનેજેન કેન્સરની સંભાવનાને વધારી દે છે.
પેરાબેન્સ યુક્ત કોસ્મેટિક્સઃ-
મેકઅપ ઉત્પાદો, મોશ્ચરાઇઝર્સ અથવા હેયર કેયર ઉત્પાદ ખરીદતી સમયે તેના પર એ વાત જરૂર વાંચી લેવી કે, તેમાં પૈરાબેન્સ છે અથવા નહીં. ઘણી શોધમાં તેના ઉપયોગથી બ્રેસ્ટ કેન્સર જેવા રોગોની આશંકા જણાવવામાં આવી છે. બજારમાં એવા ઘણા કોસ્મેટિક્સ મળી આવે છે જે પૈરાબેન્સ ફ્રી હોય છે, તમારે તેવા કોસ્મેટિક્સની જ પસંદગી કરવી.
પ્લાસ્ટિકની બોટલઃ-
હવાઈના કેન્સર હોસ્પિટલના નિષ્ણાંતો મુજબ, પ્લાસ્ટિકની બોટલનું પાણી કેન્સરનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકની બોટલ જ્યારે ધૂપ અથવા વધારે તાપમાનના કારણથી ગરમ થાય છે તો પ્લાસ્ટિકમાં રહેલ નુકસાનદાયક કેમિકલ ડાઇઓક્સિનની પ્રક્રિયા શરૂ થાય છે. આ ડાઈઓક્સિજન પાણીમાં ભળીને આપણાં શરીરમાં પહોંચે છે. ડાઇઓક્સિન આપણાં શરીરમાં રહેલ કોશિકાઓ પર ખરાબ અસર કરે છે. જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.
ટેલકમ પાઉડરઃ-
કેન્સર પ્રિવેન્શન કોએલિશનનું એવું માનવું છે કે, આ પ્રકારના સૌંદર્ય પ્રસાધનના ઉપયોગથી ગર્ભાશયના કેન્સરનો ખતરો વધે છે. દર 5માંથી 1 મહિલા આવી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પાઉડર મહિલાઓના પ્રજનન તંત્ર દ્વારા ગર્ભાશય સુધી પહોંચે છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ જે મહિલાઓ ગર્ભાશય કઢાવી દે છે તેવી મહિલાઓને પાઉડરના ઉપયોગથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. જનનાંગોમાં પાઉડર ઉપયોગ કરનારી મહિલાઓમાં ગર્ભાશય કેન્સર સામાન્ય મહિલાઓની અપેક્ષા કરતા વધારે હોય છે.
ટિનના ડબ્બામાં બંધ ભોજનઃ-
ટિના ડબ્બામાં બંધ ભોજનના ખાન-પાનની વસ્તુઓ એટલે કે, કેન ફૂડ આજકાલ ઘણું પ્રચલિત છે. ઘણાં ઘરોમાં તેને લાવીને તેનું સેવન કરવામાં આવે છે. પરંતુ શું તમને જાણ છે કે, કેન ફૂડ કેન્સરને કારણે પણ બની શકે છે? જોકે, કેનની અંદરની પરખમાં બીપીએ નામનું એક કેમિકલ મળી આવે છે. ઘણા અભ્યાસોમાં એવું સામે આવ્યું છે કે, આ કેમિકલ શરીર માટે ઘણું નુકસાનદાયક છે.
ફળ અને શાકભાજીઃ-
આ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આપણે બજારમાંથી જે ફળ અને શાકભાજીને તાજી સમજીને ઘરે લાવીએ છીએ, તે શાકભાજીને તાજી બનાવી રાખવા માટે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર ફળ અને શાકભાજી ધોવાથી પણ કેમિકલ સાફ થતા નથી. આ કેમિકલ કેન્સરનું કારણ પણ બની શકે છે. જેનાથી બચવા માટે તમે ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.