ઘરમાં ક્યારેય ન રાખવી આ 6 વસ્તુઓ, અચૂક જાણો

ભારતીય વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ સાથે મળતુ આવે છે. આ પ્રાકૃતિક શક્તિઓ ને મનુષ્ય માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે ઘણીવાર સાંભળીયે છીએ કે ઘરમાં શું રાખવું સારું છે અને શું રાખવું ખરાબ છે. તો અમે તમને જણાવી દઈએ કે ઘરમાં કઈ 6 વસ્તુઓ ન રાખવી જોઈએ.

મહાભારતનું ચિત્ર અથવા પ્રતીક

This 6 things that should not be kept at home

મહાભારતને ભારતના ઇતિહાસમાં સૌથી ભયાનક યુદ્ધ માનવામાં આવે છે. કહેવાય છે કે આ યુદ્ધ ના પ્રતીકો, તેની તસ્વીરો કે રથ વગેરેને ઘરમાં રાખવાથી ઘરમાં મુશ્કેલીઓ વધે છે. ફક્ત આટલું જ નહિ મહાભારત ગ્રંથ પણ ઘરથી દુર જ રાખવાની સલાહ આપવામાં આવે છે.

નટરાજ ની પ્રતિમા

This 6 things that should not be kept at home

નટરાજ નૃત્ય કલાના ઈશ્વર છે. લગભગ દરેક શાસ્ત્રીય નૃત્યાંગ ના ઘરમાં તમને નટરાજ ની મૂર્તિ જોવા મળે છે. નટરાજની આ મૂર્તિમાં ભગવાન શિવ તાંડવ નૃત્ય ની મુદ્રામાં છે જે વિનાશનું પ્રતિબિંબ દર્શાવે છે. એટલા માટે આને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે.

તાજમહેલ

This 6 things that should not be kept at home

તાજમહેલ પ્રેમ નું પ્રતીક છે, પરંતુ આની સાથે ત્યાં મુમતાઝની કબર પણ છે. એટલા માટે તાજમહેલ ના ફોટા અને તેના પ્રતીક રાખવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. માનવામાં આવે છે આવી વસ્તુ ઘરમાં રાખવાથી આપણા જીવન પર તેની ખુબ ખરાબ અસર પડે છે. આનો સીધો સંબંધ મૃત્યુ સાથે છે. તેથી તાજમહેલ ને ઘરમાં ન રાખવો.

ડૂબતી હોડી અથવા જહાજ

This 6 things that should not be kept at home

ડૂબતી હોડી ને જો તમે ઘરમાં રાખો તો તેની સાથે તમારું સૌભાગ્ય પણ ડૂબવા લાગે છે. ઘરમાં રાખેલ ડૂબતી હોડી કે કોઈ શોપીસ, તમારા ઘરના સંબંધોમાં આઘાત પેદા કરે છે. આ ચિહ્ન સંબધોમાં ડૂબતા મૂલ્યોનું પ્રતિક છે. તેથી આને તમારા ઘરથી દુર રાખવું.

ફુવારો

This 6 things that should not be kept at home

ફાઉન્ટેન અથવા ફુવારો તમારા ઘરની સુંદરતા તો વધારે છે. પરંતુ, આના વહેતા પાણીની સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ જાય છે. ઘરમાં ફાઉન્ટેન રાખવું એ શુભ નથી.

જંગલી પ્રાણીઓનું પ્રતીક

This 6 things that should not be kept at home

કોઈ જંગલી જાનવર ના ફોટા કે શોપીસને ઘરમાં રાખવું સારું નથી. આનાથી ઘરમાં રહેતા લોકોનો સ્વભાવ ઉગ્ર (ક્રોધાયમાન) થઈ જાય છે. ઘરમાં તકલીફ અનુભવાય છે અને ઊથલપાથલ વધી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


20,080 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>