છોટાઉદેપુરનાં ઝોઝ ગામમાં કૂતરું કરડ્યા બાદ હોસ્પિટલમા જવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિક્કો બાંધીને ઘરગથ્થુ ઉપચાર કરતા યુવાનનું મોત નીપજયું હતું. તેણે દવાખાનામાં સારવાર લેવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિકકો બાંધવાનો ઘરઘથ્થયુ ઉપચાર કરતા ઘા રુઝાવાને બદલે આખા પગમાં ઇન્ફેક્શન ફેલાઇ ગયુ હતું.
શું કરવું જોઈએ?
– કુતરું કરડતાં જ પાણીથી ઘા ધોઈ નાખવો.
– ઘા સાબુથી ધોવો જોઈએ.
– તબીબની સલાહ મુજબ તેની રસીનો કોર્સ પુરો કરવો જોઈએ.
– 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને મદદ માટે કોલ કરવો.
– સયાજી હોસ્પિટલમાં કુતરા કરડવાની રસી 24 કલાક મળે છે.
અસર શું થાય?
– કુતરાના કરડવાથી 14થી 20 દિવસમાં તેના જંતુઓ શરીરમાં પ્રસરે છે.
– જો દવા ન થાય તો તેને હાઈડ્રોફોબીયા પણ થાય છે.
– જેનાથી ઈજાગ્રસ્ત વ્યક્તિ પાણી અને પ્રકાશથી ડરવા લાગે છે.
– એકાંતમાં જ રહેવા લાગે છે.