ઘનવાન બનવું હોય તો તિજોરીમાં રાખો સોપારી, જાણો અન્ય ફાયદાઓ

1462279863-6443

જયારે આપણે ઘરે પૂજા-પાઠ કરાવીએ છીએ ત્યારે તેમાં વપરાતી સોપારીને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. આને શુભ મનાય છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ને સોપારી ખુબ પ્રિય છે. ખાસકરીને લક્ષ્મી જી અને ગણેશ ભગવાન ને.

તિજોરીમાં આપણે ઘરેણા, પૈસા અને કિંમતી વસ્તુઓ આખીએ છીએ, તેથી ત્યાં સકારાત્મક ઉર્જા આવે એ જરૂરી છે. માનવામાં આવે છે કે સોપારીથી ઘરમાં ઘન લાભ થાય છે અને સૌભાગ્ય આવે છે. જે લોકો તિજોરીમાં પુજા થયેલ સોપારીને રાખે તેની પાસે ધન-સંપત્તિ અને જીવનમાં સુખ-સત્તા બની રહે છે. આ લોકોના જીવનમાં ક્યારેય ઘન ની કમી નથી રહેતી.

તિજોરીમાં સોપારી ને રાખવાનો બીજી ફાયદો એ છે કે સોપારી ના આજુબાજુના ક્ષેત્રોમાં સકારાત્મકતા અને પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે ઉપરાંત નકારાત્મક ઉર્જા દુર થાય છે. તિજોરીમાં આને રાખતા તમારા પર હંમેશાં દેવી મહાલક્ષ્મીની કૃપા બની રહેશે.

પૂજામાં ઉપયોગ થતી સોપારી માર્કેટમાં માત્ર ૧ રૂપિયા ની જ મળે છે. પરંતુ, જો વિધિ-વિધાન થી આની પૂજા કરવામાં આવે તો તે ચમત્કારી સાબિત થાય છે. જે લોકો પાસે આ સિદ્ધ સોપારી હોય છે તેમને ક્યારેય પૈસાની અછત નથી રહેતી. શાસ્ત્રો પ્રમાણે પૂજાની સોપારી પૂર્ણ ફળ માનવામાં આવે છે.

Comments

comments


11,544 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24