ઘનતેરસમાં આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી થાઈ છે પ્રસન્ન

dhanteras puja vidhi in gujarati | Janvajevu.com

દિવાળીનો તહેવાર દેશમાં સૌથી મોટા તહેવારો માંથી એક છે. આ પ્રસંગે લક્ષ્મીજી સહીત બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની તૈયારી લોકો મહિના પહેલા શરુ કરી દે છે. ઘનતેરસના દિવસ વિષે હિંદુ ધર્મના ગ્રંથમાં વિસ્તારથી માહિતી ઉપલબ્ધ છે.

એશ્વર્ય અને ધનની દેવી માનવામાં આવતી લક્ષ્મીજી નો પર્વ, દિવાળીના દિવસે એક દુર્લભ યોગ બની જાય છે. આની શરૂઆત ધનતેરસ અથવા ધનત્રયોદશી થી શરુ થઈ જાય છે. આ દિવસે તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો. આ વખતે ઘનતેરસ 9 નવેમ્બરે છે.

જો તમે તમારા ઘરમાં લક્ષ્મી માતાની અને કુબેરની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમે લક્ષ્મીજીની પૂજા વિધિ-વિધાનથી કરતા રહો જેથી તમારી ઉન્નતિ બની રહે. ઘનતેરસના આ દિવસને ધન્વન્તરી ત્રયોદશી અથવા ધન્વન્તરી જયંતી પણ હોય છે, જે આયુર્વેદના દેવતાનો જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ઘનતેરસનું હિંદુ ધર્મમાં સૌથી વધારે મહત્વ છે. આ દિવસે લોકો નવી વસ્તુઓ ઘરમાં લાવે છે અને સાથેજ ગણેશ અને લક્ષ્મીને ઘરે લાવે છે. આ દિવસની માન્યતા એ છે કે આ દિવસે કોઈ કોઈને ઉધાર ન આપે. એટલા માટે લોકો નવી વસ્તુ જ લાવે છે.

દિવાળીની ધનતેરસમાં આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી તમારા પર કૃપા વરસાવશે. તો જાણો આ ઉપાયો વિષે…

dhanteras puja vidhi in gujarati | Janvajevu.com

1. ઘનતેરસને દિવસે ધનનું અપવ્યય ન કરવું, પરંતુ તમારી જરૂરીયાત મુજબ તમે ઘન ખર્ચી શકો છે. આ દિવસે તમે ખરીદી કરી શકો છો.

2. આ દિવસે કોઇને પણ ધન ઉધાર ન દેવું કે ન લેવું.

3. ઘનતેરસના દિવસે બપોરના સમયે ધાતુના વાસણ કે સોના,ચાંદીની જ્વેલરી ખરીદવી જોઈએ. આ દિવસે માં લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.

4. ઘનતેરસના દિવસે તમારા આખા ઘરમાં દીવાઓ પ્રગટાવવા, આમ કરવાથી માતા પ્રસન્ન થાઈ છે.

5. આ દિવસે સાંજના સમયે પૂજા વખતે લાલ કપડાની ઉપર કુબેર યંત્ર, સ્ફટિક સંત્ર, કુબેર અને લક્ષ્મીની તસ્વીર રાખવી. આના પછી રોટલી, ચોખા, મોલી, દીવો, ધૂપ, ફૂલો, ફળો વગેરેથી પૂજન કરો. ત્યારબાદ માતા લક્ષ્મીનો આ મંત્ર વાંચવો:-

ઓમ શ્રી હી કમલે કમલાલયે પ્રસીદ શ્રી હી શ્રી મહાલક્ષ્મ્યે નમ:

Comments

comments


7,537 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 6