ઘડપણમાં માતા-પિતાને રાખવા અંગે ન કરવું કઈક આવું!!

328821-13101R1494547

એક શહેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી હતી. ઉનાળાના ઘોમધખતા તાપમાં લોકો સપ્તાહ સાંભળીને ઠંડક મેળવતા હતા. કથાના ત્રીજા દિવસે સવારનું સત્ર પુરુ થયુ એટલે શ્રોતાઓ જમવા માટે પોતપોતાના ઘરે ગયા. કથામંડપ ખાલી હતો. માત્ર 60-70 વર્ષની એક વિધવા સ્ત્રી કથામંડપમાં બેઠી હતી.

એક સ્વયંસેવક એમની પાસે ગયો અને કહ્યુ , ” માજી, હવે તો કથા બપોર પછી 4 વાગે શરુ થશે. તમારે જમવા માટે ઘેર નથી જવુ ? ” માજીએ માથુ ઉંચું કરીને સ્વયંસેવક સામે જોયુ અને પછી કહ્યુ , ” બેટા, મારે આજે ઉપવાસ છે. ” પેલા સ્વયંસેવકે કહ્યુ , ” માજી, આજે કોઇ તિથી , વાર કે તહેવાર એવો નથી કે આજે ઉપવાસ હોય ! તમે આજે વળી કઇ બાબતનો ઉપવાસ રાખ્યો છે ? ”

વિધવા સ્ત્રીએ નિસાસો નાંખતા કહ્યુ , ” બેટા, આજે મારે 31મી તારીખનો ઉપવાસ છે ? ” સ્વયંસેવક તો ખડખડાટ હસી પડ્યો અને કહ્યુ , ” અરે માડી , 31મી તારીખનો ઉપવાસ ક્યાં શાસ્ત્રમાં લખેલો છે ? ” વિધવાએ પોતાની સાડીથી આંખો લુછતા કહ્યુ , ” દિકરા, 31મી તારીખનો આ ઉપવાસ કોઇ શાસ્ત્રમાં નહી પણ મારા નસીબમાં લખેલો છે. ”

160628_FF_HelpAgingParents

પેલા સ્વયંસેવકે કહ્યુ , ” આપ શું કહેવા માંગો છો એ મને કંઇ સમજાતું નથી ? ” કથામંડપમાં ભૂખી બેઠેલી એ વિધવાએ સ્પષ્ટતા કરતા કહ્યુ , ” બેટા મારે બે દિકરા છે બંનેને ભણાવી-ગણાવીને મોટા કર્યા અત્યારે બંને દિકરાઓ પોતપોતાના પરિવાર સાથે મારાથી જુદા રહે છે.મારી જવાબદારી બંનેએ સરખા ભાગે વહેંચી લીધી છે આથી 15 દિવસ નાના દિકરાના ઘરે જમવા જાવ છું અને 15 દિવસ મોટા દિકરાના ઘરે જમવા જાવ છું પરંતું જે મહીનામાં 31 દિવસ હોય તે મહીનાના છેલ્લા દિવસે ઉપવાસ કરુ ”

મિત્રો , આપણે નાના હતા ત્યારે એક સ્તનથી દુધપાન કરાવતી માતાને બીજા સ્તન પર ઘણી લાતો મારી છે. આપણી લાતો ખાવા છતાય એણે આપણું પેટ ભરાવ્યુ છે ત્યારે આજે એમની મોટી ઉંમરે ભોજનથી એમનું પેટ અને પ્રેમથી એનું હદય ભરી દેવાની આપણી ફરજને આપણે યાદ રાખીએ.

Comments

comments


9,702 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 3 = 4