ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે હવે એટીએમ ખૂલશે

ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે હવે એટીએમ ખૂલશે

આજે હવે એટીએમ દરેક લોકોના જીવનનો મહત્ત્વનો ભાગ બની ચૂક્યું છે. મેટ્રો સિટીથી લઈને નાના શહેરોમાં પણ પૈસા ઉપાડવા માટે એટીએમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે હવે દવાઓ માટે એટીએમ આવશે.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે એટીમએમની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. કેટલાક રાજ્યોની સરકારે પ્રાઈવેટ કંપનીઓના સહકારથી હેલ્થ એટીએમ સ્થાપવાની કામગીરી હાથે ધરી છે.

‘વિશ ફાઉન્ડેશન’ નામની સ્વૈચ્છિક સંસ્થા રાજસ્થાનમાં એક યોજના શરૂ કરશે, જેમાં સમગ્ર દેશમાં વિવિધ રાજ્ય સરકારોની મદદથી હેલ્થ એટીએમ બનાવી શકાશે. રાજસ્થાનમાં આ યોજનાની શરૂઆત જાન્યુઆરીમાં થશે. ત્યારબાદ ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં આ વિષયક કામકાજ હાથ ધરાશે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તત્કાલીન સ્થિતિ સામે લડી લેવા હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરાવવાની યોજના છે.

Comments

comments


3,509 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2