‘ગોલ્ડ’ લવર્સ સોના માટે કઈ પણ પાગલપંતી કરી શકે છે, આ છે તેના નમૂનાઓ!

1598062.main_image

અમુક લોકો ‘સોના’ માટે એટલા બધા પાગલ હોય છે કે આપણે તેને સમજી જ ન શકીએ. સોનાથી યુક્ત વસ્તુઓ બનાવવા માટે લોકોના મગજમાં એવા એવા આઈડિયાઓ આવે છે જેણે આપણે વિચારતા પણ નથી.

કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. આ ગમે તેટલું મોંધુ કેમ ન હોય છતાં લોકોમાં આની ચાહત ઓછી નથી થતી. જો તમે એવું વિચારતા હોવ કે ગોલ્ડ માટે ફક્ત સાઉદી અરેબિયા જ પાગલ છે તો તમને અહી દર્શાવેલ અમુક નમૂનાઓ ખોટા પાડશે.

ગોલ્ડયુક્ત શર્ટ

article-0-16C0823D000005DC-729_1024x615_large-630x378

આ શર્ટની કિંમત ૨ કરોડ આંકવામાં આવી છે. સવા ત્રણ કિલોનો આ શર્ટ પહેરીને દુનિયાભર માં પ્રખ્યાત થયેલ પુણેનો કારોબારી ‘દત્તાત્રેય ફૂગે’ પહેરે છે. તેમના આ શર્ટને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ગિનીસ બુક’ માં નોંધવામાં આવ્યો છે કારણકે હજુ તેમના આ રેકોર્ડને કોઈ નથી તોડી શક્યું. જયારે તેઓ રસ્તામાં નીકળે છે ત્યારે ૬ શક્તિશાળી જવાનો તેમની સુરક્ષા કરે છે. જોકે, થોડા વર્ષો પહેલા જ આ વ્યક્તિનું મુત્યુ થયેલ છે.

ગોલ્ડ તાબુન

saf-altindan-yapilmis-dunyanin-en-pahali-gunluk-esyalar-altin-tabut

અમુક લોકો તો જાણે ગોલ્ડનને જ પોતાની જિંદગી માની છે તે. તેથી જ તો તેઓ જયારે પણ મરે ત્યારે તેમની આખરી ખ્વાહીશ ગોલ્ડનું તાબુન જ હોય છે. ગોલ્ડનો આટલો બધો ક્રેઝ તો લોકોને નક્કી પાગલ જ બનાવી છોડશે.

ગોલ્ડ ગ્રીલ

1610349

ગ્રીલનો ઉપયોગ માંસને ફ્રાય કરવા માટે થાય છે. માર્કેટમાં ગોલ્ડ ગ્રીલની પ્રાઈઝ 1 લાખ 65 હજાર ડોલર છે. આને મશીનથી નહિ પણ હાથોથી બનાવવામાં આવે છે. આનો પ્રત્યેક પાર્ટ 24 કેરેટ શુદ્ધ સોના થી બનેલ છે.

સોનાથી જડેલ સિગારેટનું પેપર

o

લો બોલો! મારે તો સિગારેટ પીવી અને એ પણ ગોલ્ડથી બનેલ! આવા મતો પણ અનેક વાહિયાત લોકો ઘરાવતા હોય છે. સિગારેટનું ગોલ્ડ રોલિંગ પેપરનો સ્પર્શ તમે તમારા નાજુક અને કોમળ હોઠોને કરાવી શકો છો. સોનાથી જડેલ સિગારેટનું પેપર પણ માર્કેટમાં અવેઈલેબલ છે, તેથી જો તમને સોનાનું ખુબજ ઝુનુન હોય તો આનો ઉપયોગ કરી શકો છો.

શુદ્ધ સોનાથી યુક્ત હાથનો પંજો

1598062.main_image

જનરલી લોકોને સોનાની ઘડિયાળ, ઇયરીન્ગ્સ વગેરે પહેરવાનો શોખ હોય છે. પણ મિસ. ગાગા બધાથી જ યુનિક છે. ‘લેડી ગાગા’ ને કોણ નથી ઓળખતું. આવું કામ તો હોલીવુડની અભિનેત્રી ‘લેડી ગાગા’ જ કરી શકે. તેમણે ગોલ્ડ પ્રત્યે એટલી બધી ચાહત છે કે હાથનો પંજો જ ગોલ્ડથી બનાવી કાઢ્યો. હોલીવુડમાં લેડી ગાગા પોતાના ‘નોન ફેશન સેન્સ’ તરીકે જાણીતી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,760 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>