ગેરંટી સાથે કહીએ દુનિયાની સૌથી ઉંચી ઈમારત ‘બુર્ઝ ખલીફા’ ની આ વાતો તમે નથી જાણતા!

interesting-facts-about-the-burj-khalifa

સંસારની સૌથી ઊંચામાં ઉંચી બિલ્ડીંગ બુર્ઝ ખલીફા ને કોણ નથી જાણતું? બુર્ઝ ખલીફા દુબઈમાં (સંયુક્ત આરબ અમીરાત) આવેલ છે. આને બનાવવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. આ પૃથ્વીથી 828 મીટર ઊંચી અને 168 માળ ધરાવતી વિશ્વની એકમાત્ર ઈમારત છે. આનું નિર્માણ 21 સપ્ટેમ્બર, 2004 ના રોજ શરુ થયું હતું. આનું ઉદ્ઘાટન વર્ષ 4 જાન્યુઆરી, 2010 માં કરવામાં આવ્યું હતું.

આ બિલ્ડીંગની અંદર સેકડો સ્વીમીંગ પુલ, ગ્રેટ શોપિંગ મોલ્સ, ઓફીસો રેસ્ટોરન્ટ, ફાઉન્ટન અને સિનેમા ઘર વગેરે બનેલ છે. માત્ર આટલું જ નહિ આના 76 માં માળે એક મસ્જીદ પણ બનાવવામાં આવી છે. આને બનાવવા પાછલ 8 અબજ ડોલર ખર્ચ્યા હતા.

બુર્ઝ ખલીફા માં લગાવવામાં આવેલ લિફ્ટને દુનિયાની સૌથી ઝડપી લીફ્ટનું સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વના ઘનિક શહેરોમાંથી એક દુબઈ છે જેના નામે વિશ્વનો સૌથી મોટો ખિતાબ છે. તે છે દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફા.

આનું નામ યુએઈના પ્રમુખ ‘ખલિફા બિન ઝાયેદ અલ નાહયાન’ ના નામે રાખવામાં આવ્યું હતું. આની ખાસ વાત એ છે કે જયારે બુર્ઝ ખલીફાનું નિર્માણ થયું ત્યારે તેનું નામ ‘બુર્ઝ દુબઇ’ હતું. પરંતુ આ બિલ્ડીંગમાં નાણાકીય સહાય કરનાર સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહયાન ના સમ્માનમાં ઉદ્ધાટન દરમિયાન આ ગગનચુંબી ઈમારતનું નામ ‘બુર્ઝ દુબઇ’ થી ‘બુર્ઝ ખલીફા’ કરી દેવામાં આવ્યું.

burj-khalifa-dubai-uae

આ ઈમારત 56 લાખ 70 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ છે. આની અંદર 18 લાખ 50 હજાર ચોરસ ફૂટમાં રેસિડેન્શિયલ એરિયા છે, જેના દુનિયાના ટોચમાં બિઝનેસમેન રહે છે. આ ઈમારત એટલી ઉંચી છે કે આના સૌથી ઊંચા માળનું તાપમાન અને સૌથી નીચા માળનાં તાપમાનમાં 10 ડિગ્રીનો તફાવત છે.

તમે આને 96 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકો છો. આને જોતા એવું પ્રતીત થાય છે કે આ કાચ અને સ્ટીલથી બનેલ છે. ઇમારતનું બાહ્ય આવરણ 26,000 ગ્લાસ પેનલ્સથી બનેલ છે. કાંચના આ આવરણ માટે ખાસકરીને ચીનના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.

આના 76 માં માળે દુનિયાનો સૌથી ઉંચો સ્વીમીંગ પુલ અને 158માં ફ્લોર પર દુનિયાની સૌથી ઉંચી મસ્જીદ આવેલી છે. આ ઇસ્લામિક આર્કિટેક્ચરનો સૌથી સારો નમૂનો છે. આનું પ્રાઈમરી માળખું કોંક્રિટ સિમેન્ટથી બન્યું છે.

ભીષણ ગરમી અને તડકાનો સામનો કરવા માટે આમાં ક્લેડીંગ (આવરણ) બનાવેલ છે. આના બાહ્ય આવરણમાં 26000 કાચના પેનલો લાગેલ છે. જે લોકો આમાં રહેતા ન હોય તેમને આની અંદર પ્રવેશમાં ટીકીટ લેવી પડે છે. આને ઑનલાઇન ખરીદી શકાય છે.

6896645590_974ec2be33_c

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,281 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>