ગેરંટી સાથે કહીએ કે અમેરિકાના ‘વ્હાઈટ હાઉસ’ વિષે તમે આ વાતો નથી જાણતા!!

F041306PM-0035.JPG

*  ‘વ્હાઈટ હાઉસ’ સંયુક્ત રાજ્ય અમેરિકા ના ‘વોશિંગ્ટન ડીસી’ માં સ્થિત એક ભવન નું નામ છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિ નું અધિકારિક (સરકારી) નિવાસ સ્થાન અને મુખ્ય કાર્યાલય છે.

*  વ્હાઈટ હાઉસને આયરીશ મૂળના અમેરિકી આર્કિટેક્ચર જેમ્સ હોબને વાસ્તુ મુજબ ડીઝાઇન કર્યું છે. આની પહેલી ઈંટ ૧૭૯૨માં નાખવામાં આવી હતી. આને તૈયાર કરવાનો સમય ૮ વર્ષનો લાગ્યો હતો.

*  કહેવામાં આવે છે વ્હાઈટ હાઉસમાં દર અઠવાડિયે ૬૫,૦૦૦ ચિઠ્ઠીઓ આવે છે. જયારે પ્રતિદિન ૨,૫૦૦ – ૩,૫૦૦ ફોન કોલ્સ, ૧,૦૦૦ ફેક્સ અને ૧,૦૦,૦૦૦ EMAIl આવે છે.

*  વ્હાઈટ હાઉસ ને સામાન્ય માણસો પણ જોવા જઈ શકે છે. આને જોવા માટે તમારે પૈસા નથી આપવા પડતા પણ છ મહિના અગાઉ *  અરજીપત્રક આપવું પડે છે.

*  આ ભવ્ય રાષ્ટ્રપતિ ભવન માં કુલ ૧૩૨ રૂમો છે. ઉપરાંત ૩૫ બાથરૂમ, ૪૧૨ દરવાજા, ૧૪૭ બારીઓ, ૨૮ સ્ટોવ (રસોઈ બનાવવાનું સાધન), ૮ દાદર અને ૩ લીફ્ટ છે.

*  આ ૫૫,૦૦૦ જેવા આલીશાન ક્ષેત્રફળ માં બનેલ છે. જમીન થી ૭૦ ફૂંટની ઊંચાઈએ સ્થિત આની પહોળાઈ ૧૭૦ ફૂંટ અને ઊંડાઈ ૮૫ ફૂંટ છે. આ ૧૮ એકર જમીનમાં ફેલાયેલ છે.

Aerial_view_of_the_White_House

*  આ સુંદર ભવ્ય ઈમારતનું નિર્માણ ૧૩ ઓક્ટોબર ૧૭૯૨માં શરુ કરવામાં આવ્યું અને સમાપન ૧ નવેમ્બર ૧૮૦૦માં થયું હતું.

*  રાષ્ટ્રપતિ જોર્જ વોશિંગ્ટન જ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જે ક્યારેય વ્હાઈટ હાઉસ રહ્યા નથી. તેઓ કામ માટે જ આના કાર્યાલય નો ઉપયોગ કરતા.

*  વ્હાઈટ હાઉસ જેવી જ સેમ કોપી ટુ કોપી દુનિયામાં હજુ પણ બે ઈમારત છે, ફ્રાંસમાં અને આયર્લેન્ડ (ડબ્લીન) માં.

*  આ છ માળનું છે. જેમાં ૨ ભોયતળીયા, ૨ પબ્લિક માળ અને બાકીના માળનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને તેમની ફેમિલી કરે છે.

*  આ શાનદાર ભવન માં ૧૪૦ મહેમાનો એકસાથે ભોજન કરી શકે તેવી સુવિધા છે. ઉપરાંત આ તમામ સુખ-સુવિધા થી સજ્જ છે. આમાં ટેનીસ કોર્ટ, જોગીંગ ટ્રેક, સ્વીમીંગ પુલ, મુવી થીયેટર અને બૌલીંગ લેન છે.

*  વ્હાઈટ હાઉસ ની આજુબાજુ એટલી બધી લીલીછમ હરીયાળીઓ છે કે આપણે અહીના વાતાવરણ ને ૧૦૦ % પ્રદૂષણ મુક્ત કહી શકીએ.

whitehouse_winter_snow_homepage2

*  આશ્ચર્યની વાત છે કે વ્હાઈટ હાઉસની ફક્ત બહાર કલર કરવા ૫૭૦ ગેલન રંગની જરૂર પડે છે. ૧૯૯૪માં કલર કરવાનો ખર્ચો ૨,૮૩,૦૦૦ ડોલર એટલેકે ૧ કરોડ ૭૨ લાખ કરવા વધારે રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

*  આમાં ૫ ફૂલટાઈમ પ્રોફેશનલ શેફ (રસોઈયા) કામ કરે છે.

*  મોટાભાગે લોકો આ વાત નથી જાણતા કે આમાં રહેતા રાષ્ટ્રપતિ ને રહેવા બદલ ખર્ચો સરકારને આપવો પડે છે. રાષ્ટ્રપતિ અને તેની ફેમિલીને ભોજન, ટુથપેસ્ટ, ડ્રાઈ ક્લીનીંગ વગેરે વસ્તુનું દર મહિનાની છેલ્લી તારીખે પૈસાનું બીલ આપવું પડે છે.

જો તમને અમારી આ પોસ્ટ સારી લાગી હોય તો મિત્રોને અવશ્ય શેર કરવી, જેથી તેમને પણ આના વિષે કઈક નવું જ્ઞાન મળે.

Comments

comments


6,958 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 4 =