ગૂગલની જાહેરાત પ્રમાણે થોડા સમયમાં તેની જીમેઇલ સર્વિસ માં ફ્રી એસએમએસ ની સુવિધાનો વધારો કરવામાં આવશે. આ સર્વિસમાં યુઝર્સ તેની ચેટ વિન્ડો થી જ કોઈના મોબાઈલ પર એસએમએસ મોકલી શકશે.. તેના માટે કોન્ટેક્ટમાં મોબાઈલ નંબર એડ કરવાના રહેશે..
આ સર્વિસ શરુ થશે ૫૦ ફ્રી એસએમએસ થી, અને દરેક રીપ્લાય આપશે ૫ ક્રેડીટ પોઈન્ટ. આ સર્વિસ ક્યારે શરુ થશે તેની હજુ સુધી કોઈ ઓફીસીઅલ જાહેરાત કરવામાં નથી આવી, તેમ છતાં થોડા યુઝર્સ માટે તે આજ સાંજ થી જ શરુ થઇ જશે..
ગૂગલ આ સર્વિસ સેલ્યુલર ઓપરેટર સાથે પાર્ટનરશીપ કરીને કરશે, જેમાં ગૂગલ અને સેલ્યુલર ઓપરેટર રેવન્યુ શેર કરશે.. આઈડિયા કઈક આવો છે કે તમે ચેટ વિન્ડો થી તમારા મોબાઈલ પર મેસેજ કરો અને તેનો રીપ્લાય કરો તો તમને ૫ ગણી ક્રેડીટ મળે. આનાથી તમે ૫ નવા એસએમએસ મોકલી શકો. આમ કરીને તમે તમારા સેલ્યુલર ઓપરેટર ને કમાણી કરવો છો જેનો શેર ગૂગલ ને જાય છે.
આ સર્વિસ ૮ સેલ્યુલર ઓપરેટર સાથે ઉપલબ્ધ રહેશે જેમાં Aircel, Idea, Loop Mobile, MTS, Reliance, Tata DoCoMo, Tata Indicom અને કેટલાક વિસ્તાર પુરતું Vodafone રહેશે.