ગૂગલ સતત એન્ડ્રોઇડ ફોન્સને માટે નવા ફીચર્સ લાવી રહ્યું છે. જે હ્યુમન ટચને ડિટેક્ટ કરીને લોક મોડને જાતે જ એક્ટિવેટ કરે છે. ગૂગલે હાલમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેનું નામ છે ‘on-body’. ફોનના એસ્સેલેરોમીટરની મદદથી આ ફીચરની જાણકારી મળશે કે તમારો ફોન હાથમાં પકડાયેલો છે કે તમારા ખિસ્સામાં છે. હાથમાં કે ખિસ્સામાં રાખેલો ફોન અનલોક રહેશે, જેમ તમે કશેક ફોન મૂકી દો છો અને તે લોક થઇ જાય છે.
આ ફીચરને લાવવાનો હેતુ યુઝરની સુવિધા અને સિક્યુરિટીને વધારવાનો હોઇ શકે છે. તેના ઉપયોગથી તમે ફોન કશેક મૂકીને ભૂલી જાવ છો તો તેનાથી ડેટાનો ચોરાઇ જવાનો ભય રહેતો નથી.
કેવી રીતે કરશે કામ
જો તમે તમારા ફોનને અનલોક કરો છો તો તે તમારા હાથમાં કે ખિસ્સામાં રહેવા સુધી અનલોક રહે છે. જ્યારે તમે તેને ક્યાંક રાખો છો તો તે ફરી લોક થઇ જાય છે.
અન્યના હાથમાં પણ સેફ રહેશે ફોન
‘on-body’નો એક ફાયદો એ પણ છે કે જો અનલોક કરીને પોતાના ફોનને કોઇ અન્યના હાથમાં આપી દેવામાં આવે તો તે લોક થશે નહીં. તેનો અર્થ એ છે કે ફોન તમારા ટચને ઓળખે છે અને તેનાથી જ લોક અને અનલોક થાય છે.
ગૂગલના આ ફીચર એન્ડ્રોઇડ 5.0.1 ઓએસ પર કામ કરે છે. આ લેટેસ્ટ એન્ડ્રોઇડ 5.1 પર પણ નહીં ચાલે. તેનો ઉપયોગ કરીને તેના માટે સ્માર્ટફોનમાં 5.0 ઓએસથી વધારે ઓએસ હોવું જરૂરી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર