ગુલાબ જેવો ચહેરો મેળવવા માટે અનુસરો આ ટિપ્સ

Follow these tips to get rosy beautiful face

ગુલાબથી બની જાઓ ગુલાબી ગુલાબી

ગુલાબને ફૂલોના રાજા કહેવામાં આવે છે. રંગ અને સુંદરતાની સાથે સાથે તેમાં સુગંધ પણ બેજોડ રહેલી છે. ગુલાબના સુંદર ફૂલની પાખડીમાં અસંખ્ય ગુણ સમાયેલ છે. ત્વચાને સુંદર રાખવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવામાં માટે ગુલાબ ઉપયોગી છે. ગુલાબની પાખડીમાં વિટામીન ઈ અને કે રહેલ છે, જે સ્કીનને તંદુરસ્ત રાખવા માટે ખુબજ ગુણકારી છે. એટલે કે ગુલાબ સોંદર્યની દ્રષ્ટિએ અને આરોગ્ય બંને માટે ઉપયોગી છે. પુરુષો આનો ઉપયોગ દાઢી કર્યા પછી પણ કરી શકે છે. તો યોગ્ય ચહેરો મેળવવા માટે અનુસરો આ ટિપ્સને…..

* સોંદર્યને સુદૃઢ બનાવવમાં માટે વર્ષોથી લોકો ગુલાબનો ઉપયોગ કરે છે. ગુલાબની પાંખડીનો ઉપયોગ લોશન, ક્રીમ અને ફેસપેક બનાવવામાં માટે વપરાય છે, જે તમારી સ્કીનને આરોગ્યવર્ધક બનાવવામાં મદદરૂપ બને છે.

* ગુલાબના ફૂલની પાખડી ત્વચામાં પોષણ પ્રદાન કરે છે. તે ત્વચાને સુગંધિત બનાવે, ત્વચામાં શિથિલતા લાવે, જેથી ત્વચા ઓલવેઝ ફ્રેશ રહે. ઉનાળામાં ગુલાબના ફૂલોના રસને ચહેરા પર લગાવવાથી ચહેરામાં ફ્રેશનેસ રહે છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો, તમારી ત્વચા પર ચંદન પાવડરમાં ગુલાબ જળ મેળવીને લગાઓ. આમ કરવાથી ત્વચા મુલાયમ રહેશે અને પીપલ્સ પણ નહિ રહે.

Follow these tips to get rosy beautiful face

* જો તમારા ચહેરા પર ખીલના જુના દાગ હોય તો તે દુર કરવા માટે નિયમિત ગુલાબ જળમાં મધ નાખીને લગાઓ. આમ કરવાથી દાગ દુર થશે. હોઠની સુંદરતા અને કોમળતા અખંડિત રાખવા માટે ગુલાબની લીલી પાંદડીઓમાં થોડું દૂધ મેળવીને સારી રીતે પીસી લ્યો. પીસેલા આ પેસ્ટને તમે હોંઠ પર અને ચહેરા પર પણ લગાવી શકો છો.

* ગુલાબની પાંદડીઓ ને પીસીને, તે રસને ગ્લિસરીનમાં મેળવીને સૂકા હોઠ અથવા ફાટેલા હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી રંગના અને મુલાયમ બનશે. ગુલાબ જળ એક સર્વશ્રેષ્ઠ ટોનર પણ છે. રોજ રાત્રે ગુલાબ જળને કપાળ પર લગાવવાથી તમારી ત્વચા થોડાક દિવસમાં ટાઈડ થઈ જશે.

* એવું પણ માનવામાં આવે છે કે જો તમે તડકામાં બહાર જતા હોય તો ગુલાબ જળ છાંટવામાં આવે તો તડકાની અસર તમારા પર પડતી નથી. ગુલાબ જળ એક જંતુનાશક પણ છે. આના પ્રયોગથી નાના નાના જંતુઓનો પણ નાશ થાય છે.

* લાંબા સમય સુધી તડકામાં રહેવાથી તમારી સ્કીન કાળી થઈ જાઈ છે, તે માટે રોજ સવારે ચહેરો ધોયા પછી એક ચમચી ગુલાબ જળમાં લીંબુના થોડા ટીપા નાખીને ધીમે ધીમે ચહેરા પર લગાઓ અને ત્યારબાદ ચહેરાને ધોઈ લ્યો. આમ કરવાથી કાળી ત્વચા દુર થાય છે. ગુલાબ જળમાં એવા તત્વો આવે છે જેના વડે બંધ છિદ્રો પણ દુર થાય છે.

Follow these tips to get rosy beautiful face

* ગુલાબ જળને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે. એક નાનકડી શીશીમાં ગ્લિસરીન, લીંબુનો રસ અને ગુલાબ જળને બરાબર માત્રામાં મેળવી લ્યો. તેના બે ટીપાને ચહેરા પર છાંટવાથી ચહેરામાં ચમક અને મખમલી-નરમ બનશે.

* ગુલાબના બે ફૂલને પીસીને તેમાં અડધો ગ્લાસ કાચું દૂધ નાખીને ૩૦ મિનીટ સુધી પલાળી રાખો. ત્યારબાદ આ લેપને ધીરે ધીરે ત્વચા પર લગાઓ અને આ લેપ સુકાયા પછી તમે ઠંડા પાણી વડે સ્નાન કરી શકો છો. આ પ્રયોગ દ્વારા તમારી ત્વચા ગુલાબી અને મુલાયમ બનશે.

* જો તમને હાથ અને પગમાં કે શરીરના કોઇપણ ભાગમાં બળતરા થતી હોય તો ચંદનના પાવડરમાં ગુલાબ જળ મેળવીને બળતરા થતા ભાગમાં લગાવવાથી બળતરા શાંત થઈ જાઈ છે.

Follow these tips to get rosy beautiful face

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,917 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>