ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

FACEBOOK, આમ તો આ શબ્દ નાનાંથી મોટેરાંઓ સુધી કોઇ માટે અજાણ્યો નથી. પણ હવે આ જ શબ્દ ગુજરાત માટે નજીકનો થઇ ગયો છે. ગુજરાત સાથે FACEBOOKનો નવો સંબંધ બંધાયેલો છે. 14મી ઓક્ટોબર, 2013. આ તારીખ ગુજરાત અને ગુજરાતીઓ માટે બહુ જ મહત્વની બની રહેવાની છે. આ જ તારીખે FACEBOOKમાં એક ગુજરાતી ગામડીયાં છોકરાએ સોફ્ટવેર એંજિનિયર તરીકે નોકરી જોઇન કરી હતી. આજે એ છોકરો ફેસબુકનો માનીતો બની ગયો છે. તેણે પોતાના ફોટોગ્રાફી શોખને પણ આગળ વધાર્યો છે અને પોતાની એક વેબસાઇટ પણ શરૂ કરી છે.

ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

તે મુંબઇ ભણતો હતો ત્યારે FACEBOOK દ્વારા નોકરી ઓફર કરવામાં આવી હતી. તે પોતાનો અભ્યાસ પુર્ણ થયાં બાદ તરત જ કેલિફોર્નિયામાં આવેલાં FACEBOOK મુખ્ય મથક ખાતે નોકરીમાં જોડાઇ ગયો છે. તેણે પાલનપુર નજીક આવેલાં એક નાનક્ડાં ગામ કાણોદરમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. આજે તે ઉત્તર ગુજરાતનાં એક નાનક્ડાં ગામનું ગૌરવ બની ગયો છે.

ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

આટલા મોટા પાયા પર વિસ્તરેલા ફેસબુકની શરૂઆત એક રૂમમાંથી થઇ હતી, તે કંપની આજે વિશ્વના 25 મોટા શહેરોમાં ભવ્ય ઓફિસ ધરાવે છે. કંપનીનું હેડ ક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. એ જ ઓફિસમાં કામ કરતો કાણોદર ગામનો યુવાન સૈફ હસન ફેસબુકના જન્મ દિવસના ટાણે પોતાના ફેસબુક સાથે કામ કરવાના અનુભવો વર્ણવે છે.

ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

કાણોદર ગામનો વતની સૈફ હસન ગામની એક શાળામાં ભણેલો છે. તેણે માધ્યમિક શિક્ષણ પણ દાંતીવાડાની શાળામાં લીધેલું છે. બાદમાં તેણે મુંબઇની આઇ.આઇ.ટી.માં પ્રવેશ લીધો હતો. ત્યાંથી તેણે ફેસબુકમાંથી ઓફર મળી હતી. સૈફ હસન ફેસબુકમાં સોફ્ટવેર એંજિનિયર છે. તે Software Defined Networking (SDN)ની કામગીરી કરે છે અને ફેસબુકના backbone-network infrastructure પર પણ કામ કરે છે. અભ્યાસ દરમિયાન તેણે બોધી ટી (Online Learning Classroom) ડેવલોપ કર્યું હતું. એ પ્રોગ્રામ અત્યારે મુંબઇ IITમાં પણ ભણાવાય છે.

સૈફના પિતા ભારતીય જીવન વિમા નિગમ સાથે કામ કરે છે. તેણે પાલનપુર નજીક આવેલાં એક નાનક્ડાં ગામ કાણોદરમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. આજે તે ઉત્તર ગુજરાતનાં એક નાનક્ડાં ગામનું ગૌરવ બની ગયો છે.ભારતીય વિમા નિગમની પાલનપુર ઓફિસમાં કામ કરતા તેના પિતા પણ બધા માટે જાણીતો FACE બની ગયા છે.

ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

ફેસબુક જેવી કંપની સાથે કામ કરવું એટલે એક સપના જેવું છે. હું જ્યારે 2009માં મુંબઇ IITમાં જોડાયો ત્યારથી એ મારું સપનું હતું. અને એ પણ પુરું પણ થયું. મારી પહેલી નોકરી જ  Facebook સાથે શરૂ થઇ. એકાદ વરસ કરતાં પણ વધુ સમય થઇ ગયો છે મને ફેસબુક સાથે.

મને ખરેખર જ કામ કરવાની બહુ જ મજા આવે છે. ફેસબુક હજુ ઘણું બધા વિશાળ ફલક પર કામ કરી રહ્યું છે. હજુ અનેક ક્ષેત્રે તે વિસ્તરશે. આ બેસ્ટ પ્લેટફોર્મ છે કે એકબીજાને કનેક્ટ કરી દુનિયા, મિત્રો એક મંચ પર આવી જાય છે. ફેસબુક ફ્રી અને કાયમ માટે ફ્રી જ રહેશે. જે લોકો અત્યારે “internet.org”. માધ્યમથી નેટનો ઉપયોગ મેળવી શકતા નથી એવા દુનિયાના ત્રીજા ભાગના લોકોને નેટ ફેસબુક મારફતે ઉપલબ્ધ થશે. કંપની કર્મચારીઓ માટે સૌથી ઉત્તમ સુવિધાઓ પુરી પાડે છે. ફ્રી ફૂડ, ટ્રાંસપોર્ટેશન મને ગમી ગયા

ગુજરાતી યુવાનના FACEBOOKના HQના અનુભવો, મોકલી અંદરની તસવીરો

અહી કામ કરવાની બહુ જ સ્વતંત્રતા છે. એ કંપનીની સૌથી બેસ્ટ વાત છે. ભણતા હોઇએ અને નોકરી કરીએ એમાં ઘણું બધું એડજસ્ટ કરવું પડતું હોય છે. અહીં પડકારો છે અને મને પડકારો સાથે કામ કરવાની બહુ જ મજા આવે છે. કામ સિવાય Bay Areaમાં રહેવું એ પણ ઘણી જ મજા કરાવી એવી વાત છે. એકસરખા શોખ ધરાવતા અનેક લોકો તમને મળે. મને ફોટોગ્રાફીનો બહુ જ શોખ છે અને વેબસાઇટમાં હું તસવીરો મુકું છું. હું ગુજરાતી યુવાનોને ખાસ કહેવા માંગુ છું કે ફેસબુક કે ગુગલ જેવી કંપનીઓમાં નોકરી મેળવવી અઘરી નથી. આવડત, તૈયારીઓ, આત્મવિશ્વાસ જ દરેક તાળાંની ચાવી છે. સપનું જુઓ અને એને પુરું કરી જીવી જાણો.

ફેસબુકનું ઇન્ટિરિયર નતો વેબસાઇટના જેવું બ્લૂ છે અને નતો હેડક્વાર્ટરમાં કોઇ ખાસ ડ્રેસકોડ અને કોર્પોરેટ લુક છે, પરંતુ એક ચીજ તેના કેમ્પસમાં છે તે છે આ ખાસ સર્કિટ બોર્ડ અને તેની દિવાલો પર પણ f લખેલું છે.

ફેસબુકની દરેક ઓફિસમાં એક ખાસ વોલ હોય છે, જેના પર કંપનીના તમામ કર્મચારી પોતાના અનુભવ, વિચાર લખી શકે છે. તે સિવાય કંપનીની ઓફિસ વોલ પર પેઇન્ટિંગ પણ કરી શકે છે. ઓફિસમાં કર્મચારી ઇચ્છા પડે ત્યાં બેસીને કામ કરી શકે છે. અહીંયા કર્મચારીને પોતાની મરજીથી કામ કરવાની આઝાદી હોય છે. આથી જ ફેસબુકના કર્મચારીઓ માટે ઓફિસ બોરિંગ પ્લેસ નહીં પણ સ્વર્ગ સમી જગ્યા હશે. એક રૂમમાંથી શરૂ થયેલ કંપનીની આખી દુનિયામાં આવેલી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,164 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>