ગુજરાતનું બીજું સ્માર્ટસિટી કહેવાશે: હાઇટેક સિટી ગાંધીધામ બનશે

28_1426706999...1

કેન્દ્રની મોદી સરકારનો મહત્ત્વકાંક્ષી કઇ શકાય તેવા સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં જે 100 જગ્યાએ હાઇટેક એટલે કે સ્માર્ટસિટી બનાવવાના છે, તેમાં કંડલાનો પણ સમાવેશ થયો છે, ત્યારે હકીકતમાં આ સ્માર્ટસિટી કંડલા પોર્ટ વિસ્તારમાં નહીં પરંતુ ગાંધીધામમાં બનશે. શહેરની નવી કોર્ટ તથા ડીસી-5 પાછળ કંડલા પોર્ટની જે જમીનો આવેલી છે, તેમાં હાલ તો આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવા માટે ખૂબ જ શરૂઆતી કક્ષામાં વિચારણા ચાલી રહી છે.

  • શહેરના નવી કોર્ટ-ડીસી-5 પાછળમાં શહેર ઊભું કરાશે
  • શિપિંગ મંત્રી સાથે કેપીટી અને ગિફ્ટના અધિકારીઓએ મુંબઇમાં ચર્ચા કરી

સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત કંડલાનો પણ સમાવેશ થતો હોવાથી કંડલા પોર્ટના અધિકારીઓ તથા ગિફ્ટ એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીના અધિકારીઓએ તાજેતરમાં શિપિંગ મંત્રી નીતિન ગડકરી સાથે મુંબઇમાં મુલાકાત કરી હતી અને પ્રારંભીકકક્ષાની ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રોજેક્ટ હજુ સાવ શરૂઆતી કક્ષામાં છે, ત્યારે સ્માર્ટસિટી કંડલા અંતર્ગત ખરેખર શું તૈયાર થશે તેનો ખ્યાલ ખુદ કંડલા પોર્ટના અધિકારીઓને પણ નથી, પરંતુ સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે જે સામાન્ય ખ્યાલ પ્રચલિત છે તે પ્રમાણે અહીં વિશેષ પ્રકારના ફોર કે સિક્સ લેન રોડ, સિનિયર સિટીઝન માટે ગ્રીન સ્પેસ, રોજગારી માટે નવી કચેરીઓ, મેટ્રો ટ્રેન તથા ખાસ કરીને હાઇટેક્નોલોજીનો ખાસ ઉપયોગ કરાશે, જેમાં મોટેભાગે વાયરલેસ એટલે કે વાઇફાઇ આધારીત કોમ્યુનિકેશન સિસ્ટમ ઉભી કરવાની વાત થઇ રહી છે. આ અંગે કેન્દ્ર સરકાર કરોડોના ખર્ચે વિદેશી કંપનીને કન્સલટન્ટ તરીકે નીમવાનું પણ વિચારી રહી છે.

29_1426706999....2

કંડલાને બદલે ગાંધીધામ કેમ?

સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં નામ ભલે કંડલાનું હોય પરંતુ કંડલામાં ગાંધીધામની સરખામણીએ એટલી માનવ વસાહત નથી. ઉપરાંત ગાંધીધામમાં કંડલા પોર્ટની પોતાની જમીન છે. એટલે વ્યવહારૂ દ્રષ્ટિએ પણ જોવા જઇએ તો સ્માર્ટસિટી કંડલા નહીં પરંતુ ગાંધીધામમાં બનાવવાનું થાય.

સ્માર્ટસિટી એટલે શું?

સ્માર્ટસિટી એટલે એવું શહેર જ્યાં નાગરિકોને માત્ર પ્રાથમિક જરૂરિયાતો જ નહીં પરંતુ તેથી આગળ વધીને હાઇટેક કહી શકાય તેવી સુવિધાઓ જેવી કે ઇકોનોમી, એન્વાયરમેન્ટ, ગર્વનન્સ વગેરે એકદમ ઉત્તમકક્ષાનું મળી રહે. અહીં ઇન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો તે પણ હાલ જે 2જી, 3જીનો અને આગામી સમયમાં 4જીનો જમાનો આવી રહ્યો છે તેનાથી પણ વધુ ઝડપથી સ્પીડ આપવાની વાત છે. ઇંગ્લેડમાં તો એવા સ્માર્ટસિટી છે જ્યાં ડ્રાઇવર વગરના વાહનો ચાલે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનમાં ખાસ કરીને મેટ્રો ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ભારતમાં 100 સ્માર્ટસિટીમાં મુંબઇ જેવા ગણતરીના જ શહેરો હશે જેમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કરી શકાશે.

30_1426707000....3

રાજ્યમાં ગાંધીધામ બીજું સ્માર્ટસિટી કહેવાશે

આમ જોવા જઇએ તો રાજ્યનું પ્રથમ સ્માર્ટસિટી ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટને એટલે કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીને કહી શકાય પરંતુ સત્તાવાર રીતે સરકારી કરેલી જાહેરાત પ્રમાણે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન એટલે કે સર અંતર્ગત ધોલેરાને પ્રથમ સ્માર્ટસિટી તરીકે ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. ધોલેરા બાદ કચ્છનું ગાંધીધામ રાજ્યનું બીજું સ્માર્ટસિટી કહેવાશે.

ફોર્બ્સ દ્વારા જાહેર થયેલા ટોપ સ્માર્ટસિટી

ભારતમાં તો સ્માર્ટસિટીની માત્ર વાતો થઇ રહી છે, ત્યારે દુનિયામાં જોવા જઇએ તો લગભગ મોટાભાગના વિકસીત દેશોમાં તો સ્માર્ટસિટી બની પણ ગયા છે. આંતરરાષ્ટ્રીય મેગેઝીન ફોર્બ્સ દ્વારા તાજેતરમાં જ ટોપ 7 સ્માર્ટસિટી જાહેર થયા છે, તેમાં અમેરિકાના વર્જિનિયાનું એર્લિગટન, ઓહયનું કોલમબસ, સાઉથ ડકોટાનું મીસેલ, ઓસ્ટ્રેલિયાન ક્વીન્સલેન્ડનું ઇપ્સવીચ, તાયવાનનું ન્યૂ તાઇપાઇ સિટી, બ્રાઝિલનું રીયો ડી જાનેરો, કેનેડાના બ્રીટીશ કોલંબિયાના સ્યુરેનો સમાવેશ થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,940 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 8