853 મીટરની ઊંચાઈ પર છે ગુજરાતની આ ઐતિહાસિક નગરી

વિશ્વમાં આશરે 851 જેટલા હેરિટેજ સ્થળ આવેલા છે. જેમાં ગુજરાતે પણ આગવું સ્થાન મેળવ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે ગુજરાતના અનેક સ્થળોને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો આપ્યો છે. ગુજરાતની પરંપરા અને ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો દેશ વિદેશમાંથી ગુજરાતના પ્રવાસે આવતા પ્રવાસીઓનાં દિલ જીતી લે છે.

પાવાગઢ

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

પાવાગઢ અને ચાંપાનેરે ગુજરાતની દુનિયામાં એક અલગ જ ઓળખ આપી છે. પાવાગઢ પ્રસિદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. પાવાગઢ-ચાંપાનેરના વિસ્તારની આજુબાજુમાં ૧૦૦ કરતા વધારે સ્મારકો આવેલ છે. ચાંપાનેર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્‍વ ધરાવતું પુરાતત્‍વીય સ્‍થાનક પાવાગઢએ ગિરીમથક છે. ચાંપાનેરથી ત્રીસ્‍તરીય વિસ્‍તારમાં ફેલાયેલો ઉચ્‍ચ પર્વતીય વિસ્‍તારમાં ૧૪૭૧ ફૂટની ઊંચાઇ ધરાવતો વિસ્તાર એ પાવાગઢ તરીકે પ્રખ્યાત છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર અને પાવાગઢે ગુજરાતને વર્લ્ડ હરિટેજનાં નકશા પર મુક્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે ૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજજો બક્ષી ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે. અમદાવાદથી લગભગ ૧૬૦ કિ.મી. અને વડોદરાથી લગભગ ૪૭ કિ.મી. ઈશાને આવેલું આ સ્થળ ગુજરાતના પાવગઢ-ચાંપાનેર ઐતિહાસિક કિલ્લેબંધ નગર તરીકે જાણીતું છે. પાવાગઢ પર્વત ઊપર કાલિકા માતાનું મંદિર ૮૫૩ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે. નૈર્સિગક પર્વત પર આવેલા ચંપકનગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે.

૧૮૪ વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢ-ચાંપાનેરમાં મહેમુદ બેગડાએ રાજધાની બનાવી. તેને મહામ્મદાબાદ નામ આપ્યું અને અહની ટંકશાળમાં પોતાનું નાણું તૈયાર કર્યું. આ શહેરનો ઝડપથી વિકાસ તો થયો પરંતુ આશરે અડધી સદી પછી ઈ.સ. ૧૫૩૫માં સુલતાન બહાદુરશાહના રાજયકાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુએ ચાંપાનેર પર હુમલો કર્યો. ત્યારબાદ અહિંથી રાજધાની બદલવામાં આવી અને પછી ચાંપાનેરની અવગતિ થઈ.

ચાંપાનેર

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

The historic city of Gujarat, 853 meters high, is a religious place on

ચાંપાનેરમાં ઘણાં સ્મારકો છે જેમાં ધાર્મિક સ્થળો તથા વસવાટ અને લશ્કરી મહત્ત્વના સ્થાપત્યના અવશેષો પૈકી ૩૮ સ્મારકોનું સર્વેક્ષણ પાવાગઢ-ચાંપાનેરના સૌથી જૂના સ્મારક મૌર્યાના મેદનામાં છે. તેમાંનું લકુલીશ મંદિર આશરે દસમી-અગિયારમી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્વના સ્મારકોમાં પતાઈ રાવળનો મહેલ ‘નવલખા કોઠાર’ તથા ‘મકાઈ કોઠાર’ તરીકે જાણીતું દુર્ગ રક્ષકનું સ્થાન અને મહેલ, જૈન દેરાસર, તળાવો, ટાંકો આદિનો સમાવેશ થાય છે. ભગવાન ઋષભદેવ, ચંદ્રપ્રભુ અને પાર્શ્વનાથ ભગવાનના દેરાસરો પણ આ સ્થળે આવેલા હતા. મૌર્યા પરથી ટકોરખાના, તારાગઢ, લકડીપુલ, માચી, બુઢિયા, દરવાજો, અટક દરવાજો- આદિ દરવાજાઓ વાળી કિલ્લેબંધી નીચે ઉતરે છે.

પર્વત પરના નીચેના ભાગમાં મહેમુદ બેગડાએ સ્થાપેલા ચાંપાનેરૂનગરના શાહી મહેલનો સમચોરસ કિલ્લો છે. બુરજોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગોખની કોતરણી મનોહર છે. રાજમહેલનો વિસ્તાર માંડવી નામે ઓળખાતા પ્રવેશદ્વારથી અન્ય ભાગોથી છૂટો પડે છે. શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. તેના મકસુરાની પાંચ ક્રમાનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે.

ચાંપાનેરની ઈમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્વના નમૂના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. આ ઊપરાંત બીજા ઘણા મકાનો, ટાંકા, રસ્તાઓ, પુલ પણ સારી સંખ્યામાં છે. પૂર્વમાં ચાંપાનેરની બહારના વડા તળાવ પર ખજૂરી મસ્જિદ અને કબૂરતખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ છે.

કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઊત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે. તેમાં અમીર મંજિલના વિવિધ ભાગોમાં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાવાળા બગીચા, ઘોડારો વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ મેળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું વડોદરા મંડળ કરે છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ચાંપાનેર પાવાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકોના જિર્ણોદ્ધારનું કાર્ય વર્ષોથી કરે છે. જેમાં મુખ્યત્વે જુમા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ઊત્ખનીત નગરના અવશેષો, કબૂતરખાના, શહેર મસ્જિદ, મકાઈ કોઠાર, લકુલીશ મહાદેવનું મંદિર, શાહી કિલ્લાની ઊત્તર તરફની પૂર્વ તરફની, દક્ષિણ તરફની દીવાલો, બુરજો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે પણ આ ઐતિહાસિક સ્થળના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટે સન ૨૦૦૦ માં ટાસ્ક ફોર્સની રચના કરી સક્રિય યોગદાન આપેલું છે. આપણું રાષ્ટ્ર માનવ સંસ્કૃતિના ઊદ્ધવનું મહત્ત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે. તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,520 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6