અહી છે ગુજરાતના રાજશાહી અને અદભુત મ્યુઝીયમ

ગુજરાતના ભવ્‍ય મ્‍યુઝિયમો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ મ્‍યુઝિયમો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.

રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્‍થપાયેલ ગાંધી સ્‍મારક મ્‍યુઝિયમ મુખ્‍ય છે. જે ૧૯૬૩માં નવા સ્‍વરૂપે નવા અદાયલા સ્‍થળે બનાવવામાં આવ્‍યું. આ મ્‍યુઝિયમમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્‍તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત મ્‍યુઝિયમમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્‍તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્‍તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્‍તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્‍યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્‍તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.

કચ્‍છ મ્‍યુઝિયમ

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

ગુજરાતનું સૌથી પુરાણું મ્‍યુઝિયમ છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ મ્‍યુઝિયમ ફર્ગ્‍યુસન મ્‍યુઝિયમ નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ મ્‍યુઝિયમની વ્‍યવસ્‍થા કરી હતી. આ મ્‍યુઝિયમમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.

મ્યુઝિયમમાં ૧૦મી સદિનાં કેરા, પુનારા, કોટાય અને કંથકોટ જેવાં મંદિરોના તુટી પડેલા કલાત્મક અવશેષોનો સંગ્રહ થયેલો છે. તેમજ અનેક પાળિયા અને કબરના પથ્થરો પણ અહિ છે. તેમાના એક પથ્થર પર પોતાના બચ્ચા અને ડુક્કરને સ્તનપાન કરાવતી ગાયનું ચિત્ર રસપ્રદ છે.જૂના સિક્કાઓના વિભાગમાં કચ્છનું ચલણ, ભારતના અન્ય દેશોના ચલણ તેમજ વિદેશી ચલણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે . કચ્છના મહારાવે કોરીની ચલણી નોટો બહાર પાડી હતી પરંતુ બ્રિટીશ સરકારે કોરીની નોટને ચલણી નાણામાં લેવાની પરવાનગી આપી નહોતી. સુવર્ણ અને ચાંદીમાં સોનાનું મુગુટ અને અન્ય કલાત્મક આભુષણો જોવા મળે છે.

મ્યુઝિયમના કાષ્ટ વિભાગમાં મૂકાયેલી સાત સુંઢ ધરાવતા હાથીની પ્રતિમા ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેની છાપ વાળી પોસ્ટની ટિકીટો મ્યુઝિયમને ૧૦૦ વર્ષ પુરા થયાની સાથે ૧૯૭૮માં બહાર પાડવામાં આવી હતી.

સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્‍મરણો આ મ્‍યુઝિયમમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ મ્‍યુઝિયમમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્‍યતા અને સ્‍થાપત્‍ય કળામાં બેનમૂન છે.

કેલિકો ટેક્ષ્‍ટાઇલ મ્‍યુઝિયમ

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્‍પાદનમાં ભારતનું મોખરાનું સ્‍થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્‍ટાઇલ મ્‍યુઝિયમ આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ મ્‍યુઝિયમ તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્‍યાત બનેલું છે.

વડોદરા મ્‍યુઝિયમ

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

કળા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્‍તરશાસ્‍ત્ર અને જુદી જુદી માનવ સંસ્‍કૃતિના સ્‍વરૂપને આલેખતું આ ભવ્‍ય મ્‍યુઝિયમ ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્‍ય નમૂનાને રજૂ કરે છે.

પતંગ મ્‍યુઝિયમ

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

‘પતંગ ઉત્‍સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્‍સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્‍કૃતિને ઉજાગર કરતું ‘પતંગ મ્‍યુઝિયમ’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્‍તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ મ્‍યુઝિયમ’ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

માનવ સંસ્‍કૃતિનું મ્‍યુઝિયમ

Gujarat wonderful Museum: Patel to kite heritage, souvenir Royal

‘ભારતીય સંસ્‍કૃતિ દર્શન’ નામે પ્રખ્‍યાત માનવ-સંસ્‍કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્‍ય કરતું આ મ્‍યુઝિયમ ભૂજ ખાતે આવેલું છે. કચ્‍છની ગ્રામીણ સંસ્‍કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા મ્‍યુઝિયમમાં સંસ્‍કૃતિ કળાના પુસ્‍તકો, અને અન્‍ય સામગ્રી ઉપલબ્‍ધ છે. કુલ મુખ્‍ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્‍યખંડમાં સાહિત્‍ય ચિત્ર વિભાગમાં અલભ્‍ય સાહિત્‍યનો ખજાનો છે. ખૂબ જ કલાત્‍મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્‍ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્‍તુઓ, ઉપરાંત સોનું – ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર’ નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,143 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>