જનરલી ગુગલમાં સર્ચ કરતા તો બધાને જ આવડતું હોય. પણ તેના માટે શોર્ટકટ રીતે સર્ચ કરવું એ પણ પોતાનામાં એક ટેલેન્ટ છે. આવું અમુક લોકોને જ આવડતું હોય છે.
જો તમારે દુનિયા કરે તેમ નહિ પણ તેનાથી અલગ રીતે સર્ચ કરવું હોય છે? તો અમારી આ ટ્રીક્સ છે ખુબજ ફાયદાકારક. આ ટ્રીક્સથી તમે સ્માર્ટ રીતે સર્ચ કરી શકશો.
ગુગલમાં કોઇપણ વસ્તુનું સર્ચિંગ કરવા માટે તમે બે રીત અપનાવી શકો છો. ૧. ગુગલ સર્ચ અને ૨. સાઈટ સર્ચ. પણ, જો તમારી પાસે ગુગલ ક્રોમ હોય તો આ બંને સર્ચ તમે સરળતાથી સાઈટ ખોલ્યા વગર કરી શકો છો, જેણે ‘ટેબ સર્ચ’ કહેવામાં આવે છે.
Press Tab To Search in Google Chrome :-
આનાથી તમે કોઇપણ સાઈટને ખોલ્યા વગર સર્ચ કરી રીઝલ્ટ મેળવી શકો છો. જો તમારે યુટ્યુબમાં કઈ સર્ચ કરવું હોય તો youtube ખોલવાની જરૂર નથી. આના માટે તમે ગૂગલ ક્રોમને ઓપન કરી એડ્રેસ બારમાં યુટ્યુબ ટાઈપ કરી એન્ટર દબાવવું નથી. એન્ટરના બદલે ‘ટેબ’ પર ક્લિક કરવું.
આમ કરવાથી તમારા એડ્રેસ બારમાં search youtube video search ટેબ બની જશે. હવે આ એડ્રેસ બાર આવે એટલે જો તમારે લેટેસ્ટ સોન્ગ્સ જોવા હોય તો new songs લખ્યા બાદ એન્ટર પ્રેસ કરવું. આમ કરવાથી નવા બધા સોન્ગ્સ આવશે. આવી રીતે જો તમારે ઝડપી સર્ચ કરવું હોય તો તમે chrome teb search ની મદદ લઇ શકો છો.